September 21, 2026
ગુજરાત

અમદાવાદમાં રથયાત્રાને શરતોને આધીન મંજૂરી આપવામાં આવી

New up 01

“અષાઢી બીજના પવિત્ર દિવસે રાજય સરકાર દ્વારા રથયાત્રા યોજવા મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ અંગે આજે બપોરે ૩ વાગ્યે ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે અમદાવાદમાં રથયાત્રાને શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે.

આ શરતોને આધીન યોજાશે રથયાત્રા

રથયાત્રા દરમિયાન માત્ર ૫ વાહનોને જ મંજૂરી અપાશે.

રથયાત્રા દરમિયાન સમગ્ર અમદાવાદ શહેરમાં કર્ફયુ લાદી દેવામાં આવશે.

આ રથયાત્રામાં હાથી – ટ્રક અને કોઈપણ જાતના અખાડા નહિં જોડાય.

મામાના ઘેર ભોજન પણ યોજવામાં નહિં આવે.

૪ થી ૫ કલાકની અંદર જ આ રથયાત્રા પૂર્ણ કરી દેવી પડશે.

 

પ્રદીપસિંહ પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં  જણાવેલ કે કોઈપણ જગ્યાએ સ્વાગત માટે મંજૂરી આપવામાં આવશે નહિં. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પહિંદવિધિ થશે. કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. નીજમંદિરમાં પણ મર્યાદીત માત્રામાં ભંડારો કરવામાં આવશે.

હવે પોલીસ તંત્ર દ્વારા પોતાના વિવિધ પ્લાન મુજબ અમલ થશે. રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ ઉપર સવારના ૭ થી બપોરના ૧૨ વાગ્યા સુધી કર્ફયુનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

Related posts

અમદાવાદ-વર્લ્ડ કપની ફાઈનલ તેમજ ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેજ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાય તેવી શક્યતા

Ahmedabad Samay

ઇલેક્શન બાદ ૧ થી ૫ ધોરણના વર્ગો શરૂ

Ahmedabad Samay

અમદાવાદના નવરંગપુરા, સેટેલાઈટ, બોપલ સહિતના વિસ્તારોમાં AQI 100થી નીચે નોંધાયું

Ahmedabad Samay

મેઘાણીનગરમાં સાસુ અને જેઠે મળી વહુને બળજબરીથી ફીનાઇલ પીવળાવ્યું

Ahmedabad Samay

લુખ્ખાતત્વો થી ભયભીત, સ્થળપરથી લુખ્ખાઓએ પોલીસને ભગાડી,પોલીસ ખુદ પોતાની સુરક્ષા માટે પાંગળી, શું આ રીતે પોલીસ કરશે જનતાની રક્ષા ?

Ahmedabad Samay

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક માં મેનેજરના પદ માટે આવી મોટી ભરતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો