“ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા’ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે. ભુજ ૧૩ ઓગસ્ટે ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે. આ ખબર સામે આવ્યા બાદ ફેન્સ ખુશ થઈ ગયા છે. કોરોના મહામારીને કારણે આ ફિલ્મ થિએટરમાં રિલીઝ કરવામાં આવી નથી.
આ ફિલ્મમાં અજય દેવગન, સંજય દત્ત્।, નોરા ફતેહી, સોનાક્ષી સિન્હા, શરદ કેલકર અને એમી વિર્ક વગેરે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની રિલીઝની જાહેરાત કરતા અજયે લખ્યુ છે કે ૧૯૭૧. અત્યાર સુધીની સૌથી મોટી લડાઈ, ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિા ૧૩ ઓગસ્ટે માત્ર @disneyplushotstarvip પર રિલીઝ થઈ રહી છે. એટલે કે ફિલ્મ ૧૫ ઓગસ્ટના ખાસ તહેવાર પર ફેન્સને ભેટ આપવાની છે.
ફિલ્મની રિલીઝની જાહેરાતની સાથે એકટરે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તોપોના અવાજની સાથે કેટલાક યુદ્દના સીન દેખાડવામાં આવ્યા છે. આ સાથે ફિલ્મના બધા કલાકારોનો પરિચય કરાવવામાં આવ્યો છે. આ વીડિયોને ફિલ્મનું ટીઝર કહી શકાય છે. વીડિયોના અંતમાં અજય દેવગન અને બધા સ્ટાર્સના લુકને પણ રિલીઝ કરવામાં આવ્યો છે.”