November 5, 2026
અપરાધ

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, પરિવારના એકના એક છોકરાને ગુમાવ્યો

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં આવેલ ભગવતીનગરમાં ગત રાતે જૂની અંગત અદાવતમાં યુવકની હત્યા કરાઇ, મેઘાણીનગરમાં લુખ્ખા તત્વો બન્યા બે ફામ. પરિવારનો એકન એક પુત્ર ગુમાવ્યો

૧૨ જુલાઈના રોજ ભગવતીનગરમાં રહેતા નિરજ થોડા સમયથી બહેનના ત્યાં જમવા જતો હોવાથી ગત રાત્રે જમવા ન આવતા રૂબીએ તેના ભાઇ ને ફોન કર્યો તો તેને જવાબ ન આપ્યો, અનેક ફોન કર્યા બાદ પણ ફોન પર વાત ન થતા તેના મિત્રને ફોન લગાવ્યો તો, નિરજ ના મિત્રે આઘાત જનક સમાચાર આપતા જણાવ્યું કે નિરજ ને રમેશ ઉર્ફે કબૂતર, આશિષ અને અન્ય બે જણા એમ ચાર જણાએ મળીને પહેલાની અંગત અદાવતમાં છરીના અને પાઇપના અનેક ઘા માર્યા છે જે માટે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યું છે.

ખબરની જાણ થતાંજ હોસ્પિટલમાં તુરંત જ પહોંચી ગયા ત્યાં નિરજ ને બેહોશ જોતાજ તેની બહેન હાલત ખરાબ થઇ ગઇ હતી. રૂબીના જણાવ્યા પ્રમાણે તેના ભાઈને  રમેશ ઉર્ફે કબૂતર, આશીષ  અને અન્ય બે જણા એ મળી છરી તથા લોખંડની પાઇપ થી માર મારેલ,

મારા ભાઇને બોચી ની ડાબી બાજુએ છરીનો એક ઘા તથા ડાબા હાથે બાવડા ઉપર એક ઘા તથા ડાબા હાથની કાંડા પાસે છરીનો ઘા તથા જમણા પગ ઉપર છરીનો એક ઘા તથા જમણા  કાંડા નીચે છરીના અનેક આવા ઘા જાનથી મારવા  માટે મારવામાં આવ્યા હતા.

આ ચારેય જણા એ મળી અગાઉના ઝઘડાની અદાવત રાખી જાનથી મારી નાખવાની ઇરાદાથી શરીરની અલગ અલગ જગ્યાએ છરી તથા લોખંડની પાઇપ થી માર મારવામાં આવ્યા તો જેના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું.

આ સમગ્ર ઘટના અંગે મેઘાણીનગર પોલીસને જાણ કરતા ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

New up 01

Related posts

SP સંજય ખરાતે ખાખીને દાગ લગાડનાર ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા,સમગ્ર કેસની તપાસ DYSPને સોંપી

Ahmedabad Samay

માસ્કની ડિમાન્ડ વધતા, માસ્ક ખરીદવા નકલી નોટનો થયો ઉપયોગ

Ahmedabad Samay

મેગા સિટી અમદાવાદમાં ગુનેગારો કેટલા બેફામ બન્‍યા, પીડિતાને બ્લેકમેઇલ કરી બે-બે વાર સામૂહિક દુષ્‍કર્મ આચર્યું

Ahmedabad Samay

યુવતી પર હાથ ઉપાડનાર કોન્સ્ટેબલને તત્કાળ અસરથી સસ્પેન્ડ

Ahmedabad Samay

હેડ.કોન્સ્ટેબલ જ નીકળ્યો બુટલેગર, તો નશાબંધી કેવીરીતે શક્ય ?

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો