અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં આવેલ ભગવતીનગરમાં ગત રાતે જૂની અંગત અદાવતમાં યુવકની હત્યા કરાઇ, મેઘાણીનગરમાં લુખ્ખા તત્વો બન્યા બે ફામ. પરિવારનો એકન એક પુત્ર ગુમાવ્યો
૧૨ જુલાઈના રોજ ભગવતીનગરમાં રહેતા નિરજ થોડા સમયથી બહેનના ત્યાં જમવા જતો હોવાથી ગત રાત્રે જમવા ન આવતા રૂબીએ તેના ભાઇ ને ફોન કર્યો તો તેને જવાબ ન આપ્યો, અનેક ફોન કર્યા બાદ પણ ફોન પર વાત ન થતા તેના મિત્રને ફોન લગાવ્યો તો, નિરજ ના મિત્રે આઘાત જનક સમાચાર આપતા જણાવ્યું કે નિરજ ને રમેશ ઉર્ફે કબૂતર, આશિષ અને અન્ય બે જણા એમ ચાર જણાએ મળીને પહેલાની અંગત અદાવતમાં છરીના અને પાઇપના અનેક ઘા માર્યા છે જે માટે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યું છે.
ખબરની જાણ થતાંજ હોસ્પિટલમાં તુરંત જ પહોંચી ગયા ત્યાં નિરજ ને બેહોશ જોતાજ તેની બહેન હાલત ખરાબ થઇ ગઇ હતી. રૂબીના જણાવ્યા પ્રમાણે તેના ભાઈને રમેશ ઉર્ફે કબૂતર, આશીષ અને અન્ય બે જણા એ મળી છરી તથા લોખંડની પાઇપ થી માર મારેલ,
મારા ભાઇને બોચી ની ડાબી બાજુએ છરીનો એક ઘા તથા ડાબા હાથે બાવડા ઉપર એક ઘા તથા ડાબા હાથની કાંડા પાસે છરીનો ઘા તથા જમણા પગ ઉપર છરીનો એક ઘા તથા જમણા કાંડા નીચે છરીના અનેક આવા ઘા જાનથી મારવા માટે મારવામાં આવ્યા હતા.
આ ચારેય જણા એ મળી અગાઉના ઝઘડાની અદાવત રાખી જાનથી મારી નાખવાની ઇરાદાથી શરીરની અલગ અલગ જગ્યાએ છરી તથા લોખંડની પાઇપ થી માર મારવામાં આવ્યા તો જેના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું.
આ સમગ્ર ઘટના અંગે મેઘાણીનગર પોલીસને જાણ કરતા ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.