August 25, 2026
ગુજરાતરાજકારણ

CM રૂપાણીએ આપ્યું રાજીનામુ, નવા CM કોણ ? બન્યો ચર્ચાનો વિષય

પત્રકાર પરીષદમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રતીક્રિયા આપતા જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મુકીને મુખ્યમંત્રી પદે પાંચ વર્ષ સુધી ગુજરાત તથા સમાજની સેવા કરવાની તક આપી તે બદલ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ભાજપનો આભારી છું.

સાથે સાથે હુ ગુજરાતની જનતાનો પણ હૃદયપૂર્વક આભાર માનુ છું કે  મારામાં વિશ્વાસ મુકીને મને ઉત્કૃષ્ટ સેવા કરવાની તક આપી. પારદર્શિતા, વિશ્વાસનિયતા, સંવેદનશીલતા સહિતના મુદાઓ થકી ભાજપની વિચારધારા હેઠળ ગુજરાતના વિકાસે હરણફાળ ભરી છે તેવુ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ.

રૂપાણીજીએ રાજીનામુ આપતા હવે મુખ્યમંત્રી કોણ તેવી લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. મુખ્યમંત્રીના રેસમાં સી.આર. પાટીલ, મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા નું નામ ચર્ચામાં, નવા મુખ્યમંત્રી તરીકે ગોરધનભાઈ ઝડફીયાનું નામ ફાઈનલ હોવાનું સૂત્રો અનુસાર જણાવા મળેલ છે.

Related posts

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું

Ahmedabad Samay

AIMIMને વિપક્ષ તરીકેનું સ્થાન આપવાની મેયરને રજૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ૦૯ મેં ના રોજ રાત્રે ૦૯ વાગે,૦૯ દિવા પ્રગટાવી વીર મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી ઉજવવા અપીલ કરી

Ahmedabad Samay

ફ્રૂટ યાર્ડ તરીકે જાણીતા વંથલી યાડૅમાં કોંગ્રેસ શાસન ગુમાવે તેવી શક્યતા

Ahmedabad Samay

ગરમીમાં પક્ષીઓ ને પાણી મળી રહે તે માટે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૮૦ પાણીના કુંડા અપાય

Ahmedabad Samay

બીજેપી હેલ્પડેસ્ક અને લીલાધર ખડકે દ્વારા ૪૦ દિવસના માનવીરની અદ્દભુત મદદ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો