August 8, 2026
ગુજરાતરાજકારણ

ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ ૨૪ પ્રધાનોનો સમાવેશ, મંત્રીઓને આ પ્રમાણે ખાતાની ફાળવણી કરવામાં આવી છે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી થઈ હતી. આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકાયા હતા. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ ૨૪ પ્રધાનોનો સમાવેશ કરાયો છે.

મંત્રીઓને આ પ્રમાણે ખાતાની ફાળવણી કરવામાં આવી છે.

કેબિનેટ મંત્રી

  • રાજેન્દ્ર ત્રિવેદી (વડોદરા)- મહેસૂલ અને કાયદા, વૈધાનિક સંસદિય બાબતો,
  • જીતુભાઈ વાઘાણી (ભાવનગર)- શિક્ષણ મંત્રી
  • ઋષિકેશ પટેલ (વિસનગર)-આરોગ્ય મંત્રી, જળસંપતિ અને પાણી પુરવઠો
  • પૂર્ણેશ મોદી (સુરત પશ્ચિમ)- માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડન, પ્રવાસ અને યાત્રાધામ
  • રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)-કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન
  • કનુભાઈ દેસાઈ (પારડી-વલસાડ)- નાણા મંત્રાલય
  • કિરિટસિંહ રાણા (લીંબડી)- વન પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, છાપકામ, સ્ટેશનરી,
  • નરેશ પટેલ (ગણદેવી-નવસારી)- વન પર્યાવરણ આદિજાતી
  • પ્રદીપ પરમાર (અસારવા-અમદાવાદ)-સામાજિક ન્યાય અને અધિકારીતા
  • અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાવાદ)-ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ,

રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)

  • હર્ષ સંઘવી (મજૂરા-સુરત)- ગૃહ રાજ્ય મંત્રી, રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃિત પ્રવૃતિઓ
  • જગદીશ પંચાલ (નિકોલ, અમદાવાદ)-કુટિર ઉદ્યોગ
  • બ્રિજેશ મેરજા (મોરબી)-શ્રમ રોજગાર
  • જીતુભાઈ ચૌધરી (કપરાડા,વલસાડ)- કલ્પસર, મત્સ્યોદ્યોગ
  • મનિષા વકીલ (વડોદરા શહેર)- મહિલા બાળ કલ્યાણ

રાજ્ય કક્ષાના મંત્રી

  • મુકેશ પટેલ (ઓલપાડ, સુરત)- કૃષિ અને ઉર્જા પેટ્રોકેમિકલ્સ
  • નિમિષા સુથાર (મોરવા હડફ, પંચમહાલ)- આદિજાતી વિકાસ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ
  • અરવિંદ રૈયાણી (રાજકોટ)- વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડન, પ્રવાસન
  • કુબેર ડિંડોર (સંતરામપુર, મહીસાગર)- ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વૈધાનિક અને સંસદીય બાબતો
  • કીર્તિસિંહ વાઘેલા (કાંકરેજ, બનાસકાંઠા) પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
  • ગજેન્દ્રસિંહ પરમાર (પ્રાંતિજ, સાબરકાંઠા)- અન્ન નાગિરક પુરવઠો
  • રાઘવજી મકવાણા (મહુવા, ભાવનગર)- સામાજિક ન્યાય અધિકારીતા
  • વિનુ મોરડિયા (કતારગામ, સુરત)- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
  • દેવાભાઈ માલમ (કેશોદ, જૂનાગઢ)- પશુપાલન અને ગૌ સંવર્ધન.

Related posts

સરકાર યુનિવર્સિટીઓ, કોલેજો અને હાયર સેકન્ડરી સ્કૂલોને કયારે શરૂ કરવા માટે વિચારી રહી છે

Ahmedabad Samay

આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ

Ahmedabad Samay

ગુડલાઇફ ફિટનેસ જિમ દ્વારા પાવરલીફટિંગ કોમ્પિટિશનું આયોજન કરાઇ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે વડોદરામાં રોડ શો કર્યો

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા, હસમુખ પટેલે PCમાં કહ્યું- ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, અયોગ્ય પ્રવૃત્તિઓ પર રહેશે ચાંપતી નજર…

admin

બેંક ઓફ બરોડામાં દેખાયો સોસિયલડીસ્ટેન્સ નો અભાવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો