August 9, 2026
દેશ

ભારતમાં વેકસિનેશન ઝડપથી થઇ રહ્યું છે. ત્રીજી લહેર નહિ આવે ભારતમાં

ડોકટર ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં નોંધાઈ રહેલા આંકડા હવે ૨૫ હજારથી ૪૦ હજારની વચ્ચે આવી રહ્યા છે. જો લોકો સાવધ રહે તો આ કેસ ધીમે ધીમે ઓછા થતા જશે. જો કે કોરોના સંપૂર્ણ રીતે ખતમ થશે નહીં. પરંતુ  ભારતમાં જેટલી ઝડપથી વેકિસનેશન થઈ રહ્યું છે તેને જોતા હવે કોરોનાનું મહામારી સ્વરૂપ લેવું કે મોટા પાયે ફેલાવવું મુશ્કેલ છે.

એમ્સ ડાયરેકટર ગુલેરિયાનું કહેવું છે કે કોરોના વાયરસ જલદી સામાન્ય ફ્લૂ એટલે કે સાધારણ ઉધરસ, શરદી જેવો થઈ જશે કારણ કે લોકોમાં હવે આ વાયરસ વિરુદ્ઘ ઈમ્યુનિટી તૈયાર થઈ ગઈ છે. પરંતુ બીમાર અને નબળી ઈમ્યુનિટીવાળા લોકો માટે આ વાયરસ હજુ જીવનું જોખમ બની રહેશે.

રસી લેનારા લોકોના મનમાં હજુ પણ એ સવાલ છે કે રસી શું જીવનભર સુરક્ષા આપશે કે પછી થોડી સમય પછી ફરીથી બુસ્ટર ડોઝ લેવાની જરૂર પડશે. આ સવાલના જવાબમાં ડોકટર ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં પ્રાથમિકતા એ છે કે બધા લોકોને રસીને બે ડોઝ આપવામાં આવે. બાળકોને પણ રસી લગાવવામાં આવે. ત્યારબાદ જ બુસ્ટર ડોઝ પર ભાર મૂકાવવો જોઈએ.

તેમણે કહ્યું કે દુનિયાના તમામ દેશોમાં બધા રસી મૂકાવી લે, તેને ધ્યાનમાં રાખતા ભારત સરકારે વેકસીન મૈત્રી કાર્યક્રમને ઓકટોબરમાં ફરીથી શરૂ કરવાની વાત કરી છે. એપ્રિલ મહિનામાં  ભારત સરકારે ભારતીયોને પ્રાથમિકતા આપતા થોડા સમય માટે બીજા દેશોને રસી ડોનેટ કરવાનું કામ અટકાવ્યું હતું પરંતુ એમ્સ ડાયરેકટરના જણાવ્યાં મુજબ દુનિયાના કોઈ પણ દેશમાં લોકો રસી ન લઈ શકતા હોય તો તેનાથી દરેક દેશને જોખમ રહેલું છે.

ડોકટર ગુલેરિયાનું કહેવું છે કે વાયરસ ગમે ત્યાંથી ફરીથી ફેલાઈ શકે છે. આ દિશામાં દુનિયાને રસી વહેંચીને ભારત પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે. જો કે થોડા સમય બાદ બીમાર, વૃદ્ઘો કે નબળી ઈમ્યુનિટીવાળા લોકોને બુસ્ટર ડોઝ આપી શકાય છે. એ પણ જરૂરી નથી કે બુસ્ટર ડોઝ તે જ રસીને મળો જે રસી પહેલા લીધી હોય. કોઈ નવી રસીનો પણ બુસ્ટર ડોઝ લઈ શકાય છે. જો કે આ અંગે પહેલા એક પોલીસી બનાવવામાં આવશે

Related posts

ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવી દેશને આપી દિવાળીની શાનદાર ભેટ

Ahmedabad Samay

વેબ સિરીઝ તાંડવ રિલીઝ થતા જ વિવાદમાં

Ahmedabad Samay

“બંગાળમાં ચૂંટણી બાદની હિંસા પર NHRCનો રિપોર્ટ ,સુનાવણી માટે રાજ્ય બહાર ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના માટેની ભલામણ

Ahmedabad Samay

૫૧ મુદ્દાઓમાં જાણો સમગ્ર બજેટનો સાર.

Ahmedabad Samay

દિલ્હી પોલીસ દ્વારા રાહુલ ગાંધી અને અન્ય સાંસદોની બળજબરીપૂર્વક અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

દિલ્‍હી પોલીસે વિવિધ રાજ્‍યોમાંથી પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી, આંતકવાદીઓના મનસૂબા કર્યા નિષ્ફળ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો