September 25, 2026
ગુજરાત

શહેરમાં મચ્છરજન્ય રોગોમાં વધારો,ચીકનગુનિયાના કેસોમાં સતત વધારો

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ આજે જાહેર કરેલા આંકડા મુજબ, તા.1થી 18 સપ્ટેમ્બરના 18 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સાદા મેલેરિયાના 165, ઝેરી મેલેરિયાના 12, ડેન્ગ્યૂના 427 અને ચીકનગુનિયાના 183 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં નોંધાયેલા 427 કેસ પૈકી 250 કેસ તો છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયા છે. અમદાવાદમાં આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા ચારથી પાંચ ગણી માનવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ નવ વિસ્તારોમાં ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસો વધારે આવતાં હોવાથી તે વિસ્તારોમાં તપાસ કરી હતી તો મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા. ઉપરોક્ત 18 દિવસમાં ઝાડાઉલ્ટીના 218, કમળાના 144 અને ટાઇફોઇડના 211 કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ જણાવ્યું હતુ કે, છેલ્લા અઠવાડિયા એટલે કે, તા.1થી 18 સપ્ટેમ્બર દરમિયાન કુલ 250 ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે.

Related posts

ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોની નરોડા પોલીસે ધરપકડ કરી.

Ahmedabad Samay

અમદાવાદની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થવા માટે સેવારત તમામ વિભાગોનો મુખ્યમંત્રીએ આભાર માન્યો

Ahmedabad Samay

હમ આપકે હે કૌન, હમ સાથ સાથ હૈ જેવી અનેક ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શકને સ્ટાર રિપોર્ટ, અખિલ ભારતીય જૈન જર્નાલિસ્ટ્સ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક હુંડીયા દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાત ના પ્રમુખ શ્રી મહેશ સિંહ કુશવાહા દ્વારા હોળી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

હિન્દુહ્રદયસમ્રાટ, શ્રીછત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે

Ahmedabad Samay

મેઘાણીનગરના ઊમેશ્વર મહાદેવ મંદિર દ્વારા શિવજીની પાલકી કઢાઈ હતી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો