September 21, 2026
દેશ

૦૪ ઓક્ટોબરથી એમેઝોન લાવી રહ્યુ છે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ.

ભારતની બેસ્ટ ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન ઈન્ડિયા પર એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ ૦૪ ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન, સ્માર્ટફોન, લેપટોપ અને ઘણી પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ અને સારું કેશબેક મળશે. આવી સ્થિતિમાં, જો કોઈ વપરાશકર્તા સ્માર્ટફોન, લેપટોપ, ટીવી અથવા અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક્સ સામાન ખરીદવાનું વિચારી રહ્યો છે, તો આ સેલ તેના માટે સારી તક સાબિત થઈ શકે છે. જોકે, આ સેલ કેટલા દિવસ ચાલશે તેની માહિતી આપવામાં આવી નથી.

સેલમાં મળેલી ઓફર્સની વાત કરીએ તો ઓફિશિયલ વેબસાઇટ પર કેટલીક માહિતી આપવામાં આવી છે. વેબસાઈટ મુજબ સ્માર્ટફોન, આઈફોન, સ્માર્ટવોચ, ટેબલેટ, લેપટોપ, સ્માર્ટ ટીવી, ઘરેલુ ઉપકરણો અને ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો ઓછા ભાવે ખરીદવાની તક મળશે. જો કે, કયા ઉત્પાદનોને ડિસ્કાઉન્ટમાં મળશે તે અંગેની માહિતી શેર કરવામાં આવી નથી.

 એમેઝોન ગ્રેટ ઇન્ડિયા ફેસ્ટિવલ પર આકર્ષક બેન્ક ઓફર્સ

એમેઝોન પર સૂચિબદ્ધ માહિતી અનુસાર, જો તમે વેચાણ દરમિયાન કોઈપણ પ્રોડક્ટ ખરીદવા માટે HDFC બેંકના કાર્ડનો ઉપયોગ કરો છો, તો વપરાશકર્તાઓને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ એક વધારાનું ડિસ્કાઉન્ટ હશે. આવી સ્થિતિમાં, વપરાશકર્તાઓને વધુ બચત કરવાની તક મળશે.

એમેઝોન પ્રાઈમ મેમ્બર ને ફાયદો:

આ એમેઝોન સેલ દરમિયાન, પ્રાઈમ કસ્ટમર્સને ઓફર અને ડિસ્કાઉન્ટનો લાભ લેવાની તક પહેલા મળશે, જેની માહિતી સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપની શરૂઆતની કિંમત 129 રૂપિયા પ્રતિ માસ છે. આમાં, ના  માત્ર ડિસ્કાઉન્ટનો આનંદ આપ માણી શકશો,  પણ પ્રાઇમ વિડિઓ અને પ્રાઇમ મ્યુઝિક પણ આપ માણી શક્શો. આ સાથે, પ્રાઇમ મેમ્બરશિપ સાથે સ્પીડ ડિલિવરી પણ ઉપલબ્ધ છે.

એલેક્સા સહિત એમેઝોન પ્રોડક્ટ્સ પર 50 ટકા ડિસ્કાઉન્ટ:

આ સેલ દરમિયાન એમેઝોનની પ્રોડક્ટ એટલે કે એમેઝોન એલેક્સા, ફાયર ટીવી સ્ટિક, કિંડલ અને ઈકો શો જેવા પ્રોડક્ટ્સને સસ્તામાં ખરીદી શકાય છે. આના પર અધિક્તમ 50 ટકા સુધી ડિસકાઉન્ટ મળી શકે છે.

સેલ દરમિયાન મળશે નો કૉસ્ટ EMI:

Amazon Great Indian Festival સેલમાં પ્રોડક્ટ્સની ખરીદી પર નો કૉસ્ટ EMIનો ફાયદો આપ ઉઠાવી શક્શો. આ સાથે જ પ્રોડક્ટ પર એક્સચેન્જની મદદથી પણ સેવિંગ થઈ શક્શે. આપને જણાવી દઈએ કે ઈલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર અધિક્તમ 70 ટકા સુધીનો ડિસ્કાઉન્ટ મળશે.

Related posts

ગૃહમંત્રાલયએ અનલોક.૦૫ ની ગાઈડલાઈ જાહેર કરી

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

સી.એમ યોગી અદિત્યનાથ ને બોંબ થી ઉડાવી દેવાની ધમકી

Ahmedabad Samay

પેપર લીકની ઘટનાઓ પર આકરા પ્રહારો કરવાના હેતુથી તૈયાર કરાયેલ ‘જાહેર પરીક્ષા (અનૈતિક સાધનો અટકાવ) સુધારા વિધેયક-૨૦૨૬’ લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ગયું

Ahmedabad Samay

ઐતિહાસિક જંતર મંતર ખાતે “અનામત હટાઓ આંદોલન” ના બેનર હેઠળ બીજું આંદોલન શરૂ

Ahmedabad Samay

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સહમતિ સધાયાના થોડા જ કલાકોમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો