પશ્ચિમ બંગાળ માં ઇલેક્શન બાદ મમતા બેનર્જીની સરકાર હેઠળ ભાજપના કાર્યકર્તાઓ પર અને અનેક વિસ્તારોમાં હિન્દુઓ પર જીવલેણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે દુકાનો ને લૂંટવામાં આવી રહી છે, સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવી રહ્યા છે હિન્દુઓને સાથે કશ્મીરમાં બનેલી ઘટના જેમ બંગાળથી બહાર કરવામાં આવી રહ્યું છે.
ત્યાંની સરકાર અને પોલીસ પ્રશાસન આંખ બંધ કરી બેઠું છે લોકોના જીવ તાળવે ચોંટેલા છે .
તે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનય શર્મા અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા કલેકટર શ્રીને આવેદનપત્ર લખી અનુરોધ કરવામાં આવ્યું છે કે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે અને ત્યાંની સ્થિતિ પર નજર રાખવામાં આવે ત્યાંના હિન્દુઓ ને યોગ્ય ન્યાય મળે અને તેમની સુરક્ષા ની વ્યવસ્થા કરવામાં આવે