ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું કોરોનાને કારણે નિધન થયુ છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના ગણાતા રાજીવ સાતવ 22 એપ્રિલે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા, ત્યારે સાતવે કહ્યુ હતું કે તેમની અંદર સામાન્ય લક્ષણ જોવા મળ્યા બાદ તપાસ કરાવી હતી જેમાં તે કોરોના સંક્રમિત તયા હતા. કોરોના સંક્રમિત થયા બાદ રાજીવ સાતવને પૂણેની જહાંગીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા તે વેન્ટિલેટર પર હતા.
રાજીવ સાતવ મહારાષ્ટ્રથી રાજ્યસભાના સભ્ય હતા. આ પહેલા તે લોકસભા સાંસદ હતા. મહત્વપૂર્ણ છે કે 2014ની ચૂંટણીમાં તે મહારાષ્ટ્રના હિંગોલીથી ચૂંટાયા હતા. આ સિવાય સાતવ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સચિવ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા.