September 22, 2026
તાજા સમાચારદેશ

નવા વર્ષમાં બની મોટી દુર્ઘટના, વૈષ્ણવદેવીમાં ભાગ દોડ થતા ૧૨ લોકોના મોત

કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં ૧૨ લોકોના મોત થયા છે, લોકો ઘાયલ છે. આ ઘટના સવારે ૨.૪૫ વાગ્યે બની હતી. પ્રારંભિક માહિતી અનુસાર, કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો અને પછી મારામારી શરૂ થઈ જે ભાગદોડમાં ફેરવાઈ ગઈ.

આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું- માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના. આ દ્યટના બાદ લેફૂટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે વાત કરી. પીએમ મોદીએ કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને ભ્પ્ફ્ય્જ્ તરફ્થી દરેકને ૨ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. તે જ સમયે, ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ અકસ્માત પર ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું- માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગની દુર્દ્યટના દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. દ્યાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના.
બીજી તરફ્ કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ રૂપિયા ૧૦ લાખની સહાય અને ગંભીર રીતે દ્યાયલ થયેલા લોકો માટે રૂ ૨ લાખની સહાય  જાહેર કરી છે.
આ ઘટનામાં દિલ્હી, હરિયાણા, પંજાબના રહેવાસીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા એક વ્યક્તિ પણ જમ્મુ-કાશ્મીરનો છે. તો આ તરફ્ રિયાસી ખાતેના કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગમાં લોકો દ્યાયલ થયેલા લોકોનું હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે.

વૈષ્ણો દેવી મંદિર સંકુલમાં ભાગદોડ થતાં ૧ર લોકોના મોત થયા છેઃ મૃતકોમાંથી ૭ની ઓળખ થઇ છેઃ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ૭૦ થી ૮૦ હજાર શ્રધ્ધાળુ ઉંમટી પડયા હતાઃ દરમ્યાન ઘટનાની તપાસના આદેશો અપાયાઃ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ પહોંચ્યા

New up 01

Related posts

શ્રી રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મને અલ્ટીમેટમ આપ્યું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લાંબી મેરેથોન બેઠક યોજી, દેશમાં લોકડાઉન નહિ પરંતુ મોંઘવારી સામે લડવા કમર કસવી પડશે

Ahmedabad Samay

બિહારનીમાં એનડીએ એ સંપૂર્ણ બહુમતી સાથે મેળવી જીત, ૧૨૨ થી વધારે સીટ મેળવી

Ahmedabad Samay

રામ મંદિર માટે એકત્રિત કરાયેલા દાન માંથી ૧૫ હજાર જેટલા ચેક બાઉન્સ થયા

Ahmedabad Samay

માત્ર 5,000 રૂપિયામાં પણ હિમાચલના કુદરતી સૌંદર્યનો સંપૂર્ણ આનંદ માણી શકશો

Ahmedabad Samay

કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં મોટો ઘટાડો. રેસ્‍ટોરાં અને ઢાબામાં ખાવાનું સસ્‍તું થઈ શકે છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો