બ્રિટનની સ્કૂલમાં ભણાવાઈ રહેલા એક પુસ્તકમાં હિન્દૂ ધર્મ આતંકવાદને પ્રોત્સાહન આપે છે તેવો પાઠ ભણાવાઈ રહ્યો હતો.જે બાબત હિંદુઓ તથા હિન્દૂ સંગઠનના ધ્યાનમાં આવતા તેઓએ વાંધો ઉઠાવ્યો હતો પરિણામે સંચાલકોએ બિનશરતી માફી માંગી હતી તથા તે ચેપટર પુસ્તકમાંથી દૂર કરી દીધું હતું.
આ અંગે ખુલાસો આપતા સંચાલાઓએ જણાવ્યું હતું કે તેઓએ કોઈ બીજા પુસ્તકમાંથી આ વિગત લીધી હતી.હકીકતે તે પુસ્તકમાં મહાભારતની કથા હતી જે મુજબ ધર્મની હાનિ થાય ત્યારે યુદ્ધ અનિવાર્ય હોવાની ચર્ચા હતી. જેને જુદા અર્થમાં લઇ પાઠ તૈયાર કરાયો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
પાછલી પોસ્ટ