September 21, 2026
ગુજરાત

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રખાયું

રાજયમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. રાજય સરકાર દ્વારા સઘન રસીકરણ, ટ્રેસિંગ અને ટ્રેકિંગના પગલે સ્થિતિ મહદઅંશે નિયંત્રણમાં છે અને ગઈકાલે રાજયમાં કોરોના દરદીઓનો સાજા થવાનો રિવકરી રેટ ૯૭.૪૮ ટકા જેટલો થયો છે.

કોરોના સંક્રમણ સાથે નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે અને તેના રોગીઓની સારવાર, આઈસોલેશન વગેરે માટે રાજયનું સમગ્ર વહિવટીતંત્ર પૂર્ણ તકેદારી રાખી રહ્યું છેઙ્ગ વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને વિવિધ રાષ્ટ્રોમાં પણ સંક્રમણ વધ્યું છે

કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજયમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજયના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન યોજાનારી ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.ઙ્ગ

મુ્ખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સમિટના આયોજન માટે સતત માર્ગદર્શન અને પ્રેરણા આપી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈઙ્ગ મોદીનો વિશેષ આભાર વ્યકત કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રીશ્રી હરહંમેશ માનવજાતના કલ્યાણ, સુખ અને સલામતી તથા સ્વાસ્થ્ય સુખાકારીના હિત ચિંતક રહ્યા છે.

આ સમિટમાં વિવિધ દેશોના વડાઓ, મહાનુભાવો, ઉચ્ચસ્તરિય પ્રતિનિધિ મંડળો તેમજ દેશભરના વેપાર-ઉદ્યોગ જગતના સંચાલકોએ સહભાગિતા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યુંઙ્ગ હતું.

આ ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રાજયને વિશ્વ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ પાર કરાવે તેવી પ્રતિબદ્ઘતા સાથે રાજય સરકારે તેનું સમયબદ્ઘ આયોજન કર્યું હતું.

આ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા રાષ્ટ્રો તથા સમિટમાં આવનારા મહાનુભાવો, ડેલિગેશન પ્રત્યે મુખ્યમંત્રીશ્રીએ આભારની લાગણી વ્યકત કરી છે અને તેમના તરફથી આવો જ ઉમળકાભર્યો પ્રતિસાદ ભવિષ્યમાં પણ મળશે તેવી અપેક્ષા દર્શાવી છે.ઙ્ગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સમિટના પૂર્વાધ રૃપે યોજાયેલી પ્રિ-વાયબ્રન્ટ સમિટની સફળતામાં સહયોગી કેન્દ્ર સરકારના મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીશ્રીઓનો આભાર માન્યો છે.

તેમણે રાજય સરકારના વિવિધ વિભાગો, ઈન્ડ્રસ્ટીઝ એસોસિએશન, વેપાર-ઉદ્યોગ મંડળોએ ખૂબ જ ટૂંકાગાળામાં આવી સમિટના આયોજનને સફળ બનાવવા માટે આપેલા સહકાર ને બિરદાવ્યા છે.

New up 01
New up 01

Related posts

કિંજલ દવેની પાંચ વર્ષની સગાઇ અને લાંબા સમય સુધી ચાલેલા પ્રેમનો થયો અંત, કિંજલની સગાઇ તૂટતા પરિવાર અને ફેનને લાગ્યો ઝટકો

Ahmedabad Samay

અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

admin

PM મોદીના 76મા જન્મદિવસે વિશ્વ ઉમિયાધામમાં ‘આશીર્વાદનો દીવો’, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

Ahmedabad Samay

આપણા દેશમાં પ્રાચીન સમયમાં બનેલા કેટલાક મંદિરો માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ આધુનિક એન્જિનિયરિંગ માટે એક મોટો પડકાર છે

Ahmedabad Samay

વાવાઝોડાની અસર શરૂ, અમદાવાદમાં ૨૪ જેટલા વૃક્ષ ધરાશયી, હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીને લઈને એલર્ટ અપાયું છે,આજથી અમદાવાદમાં પાંચ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો