ગુજરાત સરકારે આપી લોકોને મળી ઘણી રાહત.
લોકડાઉન 4 ની ગાઈડલાઇન્સ જાહેર થઈ.
રાજ્યમાં કંટેઇન્મેન્ટ અને નોન કંટેઇન્મેન્ટ ઝોન બનાવાયા, કંટેઇન્મેન્ટ ઝોનમાં કોઈપણ,પ્રકારની છૂટછાટ અપાશે નહીં : નોન કંટેઇન્મેન્ટ ઝોનમાં ઓડ ઇવન મુજબ દુકાનો ખોલવાની છૂટ : પાન-માવાની દુકાનો, હેર કટિંગ સલૂનને પણ મંજૂરી : અમદાવાદ સિવાયના સમગ્ર રાજ્યમાં એસટી બસ શરુ કરાશે : અમદાવાદ-સુરત સિવાયના શહેરોમાં ઓટો રિક્ષાને મંજૂરી : એક રિક્ષામાં વધુમાં વધુ બે પેસેન્જરોને છૂટ : કેબમાં ડ્રાઈવર સાથે બે મુસાફરોને મંજૂરી : 33 ટકા સાથે ખાનગી ઓફિસો ખોલી શકાશે : સમગ્ર ગુજરાતવાસીઓને પોતાના સ્વસ્થ્યની સંભાળ રાખવા અને આ કપરા સમયમાં સરકાર અને તંત્રનો સાથ આપવા મુખ્યમંત્રી વિજયભાઈએ વિનંતી કરી : N-95 અને ત્રિપલ લેયર માસ્કનું રાજ્યમાં અમૂલ પાર્લર પરથી વ્યાજબી કિંમતે મળશે