October 5, 2026
ગુજરાત

જીસીએસ હોસ્પિટલને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે NABH દ્વારા માન્યતા પ્રાપ્ત

NABH પ્રમાણિત અમદાવાદની સર્વપ્રથમ મેડિકલ કોલેજ સંલગ્ન 1000-બેડ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ_

NABH (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ અને હેલ્થકેર પ્રોવાઇડર્સ) એ દર્દીની ઉચ્ચતમ સલામતી અને સંભાળ માટે હોસ્પિટલને પ્રમાણિત કરતું રાષ્ટ્રીય બોર્ડ છે. NABH ધોરણોને ધ્યાનમાં રાખીને તબીબી સુવિધાઓ અને પ્રક્રિયાઓનું માળખું તૈયાર થાય છે. જીસીએસ હોસ્પિટલને તાજેતરમાં જ નેશનલ એનએબીએચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઇ છે. જે 1000 પથારી ધરાવતી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ છે. જીસીએસ હોસ્પિટલ માટે ગર્વની બાબત છે કે મેડિકલ કોલેજ સાથે સંકળાયેલ 1000 બેડની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં એક જ પ્રયાસમાં NABHની માન્યતા મેળવી છે.

આ નિમિતે જીસીએસ હોસ્પિટલના સીઈઓ કર્નલ ડો. સુનિલકુમાર રાવે જણાવ્યું હતું કે, “NABH માન્યતા એ કોઈપણ હોસ્પિટલ માટે એક મુખ્ય પડાવ છે કારણ કે તે એ હોસ્પિટલની સુવિધાઓની ગુણવત્તા અને સલામતી ધોરણોના ઉચ્ચતમ ધોરણોને પૂર્ણ કરે છે. જીસીએસ હોસ્પિટલને તાજેતરમાં મળેલાં એનએબીએચ એક્રેડિટેશન એ તમામ સ્ટાફના અથાગ મહેનતનું પરિણામ છે. જે જીસીએસ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સંભાળમાં ગુણવત્તા માટેની કટિબદ્ધતાનું પાલન સૂચવે છે.”

શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

Related posts

નેક્સસ અમદાવાદ વન અને 8 પિન્સ દ્વારા ABCL-2023 અમદાવાદ બાઉલિંગ સોલો લિગ સફળતા પૂર્વક યોજાઈ

Ahmedabad Samay

કાલે બપોર બાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં “ નિસર્ગ ” વાવાઝોડા ની અસર દેખાવા લાગશે.

Ahmedabad Samay

તાંડવઃ વેબ સિરીઝ સામે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચનું તાંડવ

Ahmedabad Samay

દેશમાં હાલ બહુમતીના જોરે રચાયેલી સરકારે અસહય મોંઘવારી વધારી : પરેશ ધાનાણી

Ahmedabad Samay

મહાભિયાન હાથ ધરાયુ, રાજ્ય સરકારે માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું.

Ahmedabad Samay

ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોતના બનાવ પર આખરે ન્યાય મળ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો