August 9, 2026
ગુજરાત

કોમી ધિંગાણુ થાય નહીં તે માટે અમદાવાદ પોલીસ અલર્ટ

કુખ્યાત ગુનેગારોને શાંતિ જાળવી રાખવા માટે પોલીસની ખુલ્લી વોર્નિંગ

અમદાવાદના અતિસંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં કોઇ કોમી છમકલું થાય નહીં માટે પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું જ્યારે ભાંગફોડિયાં તત્ત્વો પર વોચ રાખીને તેમને શાંતિ જાળવી રાખવા માટેની વોર્નિંગ આપી દેવાઇ ખંભાત અને હિમતનગરમાં થયેલી હિસા પૂર્વયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું છે.

જોકે, ગઇકાલે હનુમાન જન્મોત્સવનો તહેવાર અમદાવાદમાં શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ થયો હતો. શહેરમાં શાંતિ અને ભાઈચારા સાથે તહેવારની ઉજવણી થઇ હતી.

અસામાજિક તત્ત્વો હિંસા ફેલાવવાની ફિરાકમાં હોવાનું અલર્ટ
અમદાવાદ સહિત ગુજરાતમાં કેટલાંક અસામાજિક તત્ત્વો હિંસા ફેલાવવાની ફિરાકમાં હોવાનું એલર્ટ આઇબી દ્વારા પોલીસને આપવામાં આવ્યું રામનવમીના દિવસે ખંભાત અને હિંમતનગરમાં શોભાયાત્રા સમયે કેટલાંક અસામાજિક તત્ત્વોએ હિસા ફેલાવી હતી, કારણે ગુજરાતમાં ફરી હુલ્લડ થશે ભયનો માહોલ પેદા થયો ખંભાતમાં જ્યારે શોભાયાત્રાને મળી ત્યારે ત્રણ મૌલવી સહિત પાંચ શખ્સોએ હિસા ફેલાવવા પયંત્ર હતું, જેના પગલે કેટલાક હિંસક માનસિકતા ધરાવતા લોકોને બહારથી બોલાવવામાં આવ્યા હતા તો તરફ હિંમતનગરમાં શોભાયાત્રા નીકળી ત્યારે પથ્થરમારો થયો હતો આગચંપીનો બનાવ પણ બન્યો હતો.

ખંભાત અને હિંમતનગર બાદ ઈટાદરા ગામે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણ
આ ઘટના બાદ ખંભાત અને હિંમતનગરમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું. આ બંને માટે પોલીસ મહેનત કરી રહી છે. ત્યારે ગઇકાલે ગાંધીનગરના માણસામાં આવેલા ઇટાદરા ગામે યુવતીની છેડતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણનો બનાવ બન્યો હતો. ઘટનાના પગલે 3 વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પરિસ્થિતિના અનુસંધાને જિલ્લા પોલીસનો કાફલો ઇટાદરા ગામે ખડકી દેવાયો છે ઇટાદરા ગામે રાત્રિ દરમિયાન જાતરનો કાર્યક્રમ હતો. ત્યાં તોફાની તત્વોએ હંગામો કરી એલઈડી સ્ક્રીનમાં તોડફોડ કરીને શાંતિનો માહોલ ડહોળવાની કોશિશ કરી હતી.

ખંભાત, હિંમતનગર અને માણસામાં થયેલી હિંસક ઘટના બાદ અમદાવાદ પોલીસ પણ અલર્ટ મોડ પર આવી ગઈ છે. ગઇકાલે હનુમાન જયંતીને લઇને પોલીસે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી.

આ અંગે એફ ડિવિઝનના એસીસી પી.પી. પીરોજિયાએ જણાવ્યું છે કે દરિયાપુર, શાહીબાગ સહિતની જગ્યાઓ પર અસામાજિક તત્વો પર વોચ રાખવામાં આવી રહી છે અને તેમને શાંતિ રાખવા માટેની વોર્નિંગ પણ આપી દેવાઈ છે.

દરિયાપુર, શાહપુર સહિતના વિસ્તારો ‘અતિસંવેદનશીલ
અમદાવાદના દરિયાપુર, શાહપુર, કાલુપુર જેવા વિસ્તારોને અતિસંવેદનશીલ કહેવામાં આવે છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી કોઈ છમકલું થયું નથી, પરંતુ જ્યારે થાય છે ત્યારે તેને કંટ્રોલ કરવામાં પોલીસને આંખે પાણી આવી જાય છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009-10માં જ્યારે શાહપુરમાં થયેલા પથ્થરમારામાં કોમી હિસા ફાટી નીકળી હતી, જેમાં યુવકનું મોત હતું. ઘટનાને કંટ્રોલ કરવામાં પોલીસના આંખે પાણી ગયું હતું. કોરોનામાં જ્યારે લોકડાઉન હતું ત્યારે પણ શાહપુરમાં કેટલાક લોકોએ હિંસા ફેલાવી હતી. શાહપુરમાં કેટલાક લોકોએ હિંસા ફેલાવી હતી. શાહપુરમાં ત્રણ યુવકો ત્યારે પોલીસ તેમને લોકડાઉનનું પાલન કરવાનું જણાવતાં મામલો બીચક્યો હતો, જેના કારણે પોલીસને ટિયરગેસના શેલ પણ છોડવાની નોબત આવી ગઇ હતી. ખંભાત, હિમતનગર અને માણસાના પડઘા અમદાવાદમાં પડે નહીં તે માટે પોલીસે અસામાજિક તત્વો પર બાજ નજર રાખી છે.

પોલીસનું રાત-દિવસ સતત પેટ્રોલિંગઃ

સીસીટીવીથી વોચ એસીપી પી.પી. પીરોજિયાએ જણાવ્યું છે કે ક્રિમિનલ ડેટાના આધાર તમામ ગુનેગારોને રામજાવી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં કુલ ૩૦૦ કરતાં વધુ ગુનેગારો પર પોલીસે વોચ રાખી છે, જેમાં દરિયાપુર અને શાહીબાગના પણ આરોપીઓ છે. આ સિવાય એસઆરપી સહિતની ટુકડીઓ પણ વિસ્તારમાં તહેનાત કરી દેવાઇ છે. કોમી જૂથ અથડામણ થાય નહીં તે માટે સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. આ સાથે પોલીસ બેઠેલા પોલીસ કર્મચારીઓ સીસીટીવી છે.

Related posts

આખરે અમદાવાદનો ભ્રષ્ટાચારી બ્રિજ હાટકેશ્વર બ્રિજને તોડવાની મૂહર્ત આવ્યું છે. હાટકેશ્વર બ્રિજને તોડવાનું કામ શરુ કરાયું

Ahmedabad Samay

વલસાડજિલ્લાના ઉમરગામના વૃદ્ધ સાથે ₹1.11 કરોડની ડિજિટલ એરેસ્ટ ઠગાઈ:સુરતની ગેંગના 4 સભ્યો ઝડપાયા, દુબઈ સુધી તાર

Ahmedabad Samay

અમદાવાદની તમામ શાળાના કર્મચારીઓ ને કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાયા

Ahmedabad Samay

ગાબડું : બનાસકાંઠા ના લાલપુરા ની સીમ માંથી પસાર થતી એટા-માઈનોર ૩૦ ફૂટ નું ગાબડું ,ખેડૂત ને ભારે નુકશાન ,ખેતરો બેટ માં ફેરવાયા

Ahmedabad Samay

૪ મે બાદ અનેક જિલ્લામાં રાહત

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પોતાના જન્મદિવસ નિમિત્તે આધ્યાત્મિક અને લોકકલ્યાણના સંકલ્પ સાથે દિવસનો પ્રારંભ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો