November 5, 2026
અપરાધગુજરાત

લો હવે તો હદ થઇ ગઇ, સરદારનગરમાં દારૂની ફેક્ટરી ઝડપાઇ, સરદારનગર પોલીસ ઉંઘતી ઝડપાઇ

“અમદાવાદ:શહેરમાં દિવસેને દિવસે ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે, શહેરના સરદારનગર વિસ્તારમાંથી દેશી દારૂ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ એજન્સીઓએ રેડ કરીને જુગારધામ અને દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. પૂર્વ વિસ્તારના નરોડા, બાપુનગરમાંથી જુગારધામ ઝડપાયા છે, જ્યારે ઓઢવમાં પોલીસ દ્વારા જ ચેક પોઈન્ટ પર લૂંટ કરાઈ હોવાની ઘટના બની હતી, જેમાં ખૂદ ઉચ્ચ અધિકારીઓને મધ્યસ્થી કરવી પડી હતી.

શહેરના સરદારનગરમાં દારૂના રેકેટમાં આખી ફેકટરી ઝડપાઇ છે. આ ફેકટરી રંભા નામની મહિલા ચલાવતી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે રેડ કરતા તમને આખી ફેક્ટરી મળી આવી હતી. જેમાંથી 560 લીટર દેશી દારૂ, દારૂ બનાવવાનો વોટ્સ 9800 લીટર, 100 કિલો ગોળ, 16 ગેસના બાટલા મળીને 6 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

ઓઢવમાં ચેક પોસ્ટ પર બે પોલીસ કોન્સ્ટેબલ, એક હોમગાર્ડ અને એક અજાણ્યા વ્યક્તિએ ગાંધીનગર તરફ એડમિશન લેવા માટે જતા વિદ્યાર્થીઓની એક જીપને રોકીને ગાડીના દસ્તાવેજો માગી ચાલકને ખોટી રીતે ઢોર માર મારી દાદાગીરી કરીને બળજબરીથી રૂ.6 હજાર પડાવી લીધા હતા. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતા બે પોલીસકર્મી સહિત ચાર સામે ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

નરોડા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર PCB (પ્રિવેન્સન ઓફ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે રેડ કરીને તેનો પર્દાફાશ કરી નાખ્યો હતો.

બાપુનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની જાણ સ્ટેટ મોનિટરિંગ સેલને થઈ હતી. જેમાં રેડ કરીને 8 જુગારીઓને મુખ્ય રોડ પર જુગાર રમતા પકડી લેવામાં આવ્યા હતા.

Related posts

બાબરી વિધવંશ મામલો:અડવાણી સહિત તમામ ૩૨ આરોપીઓને ક્લિનચીટ

Ahmedabad Samay

ડિમોલીશનની કામગીરીમાં સંબંધિતો દ્વારા અનેક બિલ્ડીંગો ધરાશાયી થયાં હોવાનું તેમજ આડેધડ રીતે તોડફોડ કરાઈ રહ્યાના આક્ષેપ સાથે કરાયેલી ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશન

admin

ખાનગી ઓફિસો, સંસ્થાઓ, કોમર્શિયલ એકમોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી રાખવાની રહેશે

Ahmedabad Samay

અમદાવાદ: SVP હોસ્પિટલમાં 25 વર્ષીય યુવતીએ 12મા માળેથી મોતની છલાંગ લગાવી, કારણ અકબંધ

Ahmedabad Samay

મરાઠા અનામત માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ૧૦૨માં સુધારા અંગે પુનર્વિચારણાની અરજી ફગાવી

Ahmedabad Samay

નિકુલસિંહ તોમર: એક એવો નેતા જેના માટે પ્રજાલક્ષી કાર્ય કરવા માટે મત વિસ્તારની જરૂર નથી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો