સ્માર્ટસીટી દાહોદમાં માર્ગ અપગ્રેડ્રેશન અને અન્ય પ્રોજેક્ટને લઈને ચાલતી ડિમોલીશનની કામગીરીમાં સંબંધિતો દ્વારા અનેક બિલ્ડીંગો ધરાશાયી થયાં હોવાનું તેમજ આડેધડ રીતે તોડફોડ કરાઈ રહ્યાના આક્ષેપ સાથે કરાયેલી ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટે અંજુમને મોહમદી જમાત એટલે પીટીશન નબર ૯૨૦૬/૨૦૨૩ માં કરાયેલી આશકાને નજર અંદાજ કરી ફાઇનલ પ્લોટ નંબર ૧૯, ૨૦ માં જયારે પણ કાર્યવાહી કરવાની થાય ત્યારે કાયદેસરની નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવાયું છે તો નગીના મસ્જિદ વક્ફ બોર્ડ દ્વારા કરાયેલી ૯૨૦૭/૨૦૨૩ માં અગામી તા.૦૮.૦૬.૨૦૨૩ ના રોજ કોર્ટે વધુ સુનાવણી હાથ ધરવાનું ઠરાવ્યું છે જેથી આ અંગેનો ૦૮.૬.૨૦૨૩ ના રોજ શું થશે તેના ઉપર લોકોની મીટ મંડાયેલી છે જાેકે અગામી સુનવણી તારીખ સુધી ફાઇનલ પ્લોટ નંબર ૪૫૨ માં યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનું પણ કોર્ટે જણાવ્યું છે ત્યારે શહેરમાં તરેહ તરેહની ચર્ચાઓએ જાેર પકડયુ છે. કાયદાના નિષ્ણાંતોનું કેહવું છે કે કોટે ક્યાંય તોડફોડ રોકવી એવો કોઈ દિશા નિર્દેશ કર્યો નથી ત્યારે આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા તથા સરકાર દ્વારા કોર્ટમાં એફિડેવીટ ફાઇલ કરવાની છે અને નોટિસ અંગે યોગ્ય તે ર્નિણય લેવાવાનું હોઈ આગામી આઠમી જૂન મહત્વપૂર્ણ બની રહેશે.
ડિમોલીશનની કામગીરીમાં સંબંધિતો દ્વારા અનેક બિલ્ડીંગો ધરાશાયી થયાં હોવાનું તેમજ આડેધડ રીતે તોડફોડ કરાઈ રહ્યાના આક્ષેપ સાથે કરાયેલી ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશન
પીટીશન નંબર ૯૨૦૬ માં અંજુમન મહોમદી જમાતે સંબંધીતો દ્વારા અમારી માલિકીની મિલકતો તોડી નંખાશે તેવું લાગી રહ્યું હોવાનું જણાવ્યું હતું ત્યારે નામદાર કોટે પ્રાંત અધિકારી એન.બી. રાજપૂતને યોગ્ય તે કાર્યવાહી કોર્ટ મેરીટમાં ગયા વગર કોઈ ર્નિણય લઇ શકાય નહિ તથા અરજદાર સામે કાયદેસરની કાર્યવાહી કરી કારણો દર્શાવતી નોટિસ પાઠવ્યા પછી કાર્યવાહી કરવાનો જણાવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં આ ફાઇનલ પ્લોટ નંબર ૧૯, ૨૦ ની મિલકતો મામલે જાે નોટિસ અપાશે તો કાયદાકીય કયો રંગ લાગશે તે આવનાર સમયે જ કહેશે બાકી હાલ તો તોડફોડ અંગે કોઈ રોક કે મનાઈ હુકુમ ન રહેતા હવે કોનો વારોની ચર્ચાએ જન્મ લીધો છે. ગતરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દાહોદ નગરમાં પાલિકા દ્વારા મનસ્વી રીતે દબાણ હટાવવાની કામગીરી અનુસંધાને અરજી કરવામાં આવી હતી જે અરજીને એડમીટ કરીને આજરોજ તા.૨૩.૦૫.૨૦૨૩ના રોજ હાઈકોર્ટના જજ એસ.વી. પિન્ટો સાહેબ સમક્ષ ફીફા ફોર બીયરીંગ કરી સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં પીટીશન તરીકે અંજુમને મહોમ્મદી જમાતના સેક્રેટરી અસગર અળી અહેમત અલી રાયલી અને સામાવાળા તરફે ગુજરાત રાજ્ય તથા નગરપાલિકા દાહોદ વિગેરેને જાેડવામાં આવ્યાં હતાં તેમાં બંન્ને તરફે રજુઆત થતાં કોર્ટ સત્તાધિશો એટલે કે સામાવાળાને કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસરવા તથા ડીમોલીશનની કોઈપણ પ્રક્રિયા કરતાં પહેલા અરજદારને સાંભળવા તથા તેમનો કેસ આગળ મુકવા મંજુરી આપવામાં આવી છે. આજ રીતે નગીના મસ્જીદ વકફની પણ આજરોજ ૨૩.૦૫.૨૦૨૩ના રોજ ગુજરાત હાઈકોર્ટના જજ એસ.વી. પિન્ટો સાહેબ સમક્ષ સુનવણી તથા નામદાર કોર્ટના જજ શ્રી એ આગલી તારીખ ૮,૪ જુન સુધીમાં સામાવાળા એટલે કે રીસ્પોન્ડન્ટને એફીડેવીટ સહિત જવાબ રજુ કરવા ઓર્ડર કરવામાં આવ્યો છે તથા જમીનને અત્યારની પરિસ્થિતી યથા યોગ્ય રાખવા ઓર્ડર કરવામાં આવ્યો છે. આમ બંન્ને કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના જજ શ્રી એસ.વી. પિન્ટો સાહેબ દ્વારા ઓર્ડર કરવામાં આવેલ છે.