યુવા દબંગ નેતા એટલે નિકુલસિંહ તોમર જેમનું કામ અને નામ બોલે છે, નિકુલસિંહ તોમરે કદીપણ વિસ્તાર જોઈને કામ નથી કર્યું જ્યારે અન્ય રાજ્કીય પક્ષના નેતા પોતાના મત વિસ્તારને જ પકડી રાખે છે અને તે વિસ્તારમાં જ જન કલ્યાણ કાર્ય કરતા હોય છે પરંતુ અમદાવાદમાં એક માત્ર એવા યુવા નેતા છે કે જેમને કદી કોઈ મત વિસ્તાર નથી જોયું અને પ્રજાલક્ષી કાર્ય કર્યા છે.
લોકડાઉન થયું ત્યારથી અનલોક સુધીમાં તેમને અસંખ્ય લોકોને મદદરૂપ થયા હતા. લોકડાઉન થયું ત્યારથી તેમને ગરીબ લોકો માટે બે વખતનું જમવાનું અને અનાજનું પ્રબંધ કર્યું હતું , જે લોકો કેન્દ્ર પર આવીને જમવાનું લઈ જઈ શકતા ન હતા તેવા લોકોને ઘરે ઘરે બે સમયનું જમવાનું પોહચાડ્યું હતું અને અનલોક સુધી સમયસર જમવાનું પોહચે તેનું પૂરેપૂરો ધ્યાન રાખવામાં આવ્યું હતું, સરકાર દ્વારા પરપ્રાંતિઓ ને પોતાના વતન વાપસી મોકલવા માટે અને તેમના ટીકીટ ભાડાને લઈને રાજકીય રોટલા સેકવાનું કામ ચાલતું હતું તેવામાં નિકુલસિંહ એ પોતાના ખર્ચે બે સમયના ખોરાક સાથે પરપ્રાંતિઓ ને પ્રાઇવેટ બસ મારફતે નિઃશુલ્ક પોતાના ઘરે પોહચાડી દીધા હતા.ટ્રેન સેેવા કરવામાં આવી ત્યારે વતન પરત જવા માંગતા પરપ્રાંતિઓ ને પોતાના ઘરે જવામાંટે ટ્રેનમાં સ્વ ખર્ચે પરપ્રાંતિઓ ને ટ્રેનમાં વતન મોકલ્યા અને ટ્રેનમાં મુસાફરી સમયે ખાવા માટેનું પ્રબંધ પણ કરવામાં આવ્યું હતું .સોસાયટીમાં અને ચાલીમાં સરકારી સેનેટાઈઝર ન પોહચ્યું ત્યાં પોતાના ખર્ચે સેનેટાઇઝર કરાવ્યું, સરકારે માસ્ક ન પહેરવા પર દંડ વસુલવાનું શરૂ કર્યું તો નિકુલસિંહ દ્વારા લોકોને ફ્રી માં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, નિકુલસિંહ ને જનસેવા કરવામાં કોરોના પણ થયો હતો પરંતુ તેવોએ હાર ન માની અને ૧૪ દિવસના કોરોન્ટાઇન બાદ ફરીથી જન સેવા ફરી શરૂ કરી.
નિકુલસિંહ તોમર દ્વારા મેઘાણીનગરમાં આવેલ ભાર્ગવ રોડ ઉપર આશરે બે વર્ષ પહેલા દબાણ કરવામાં આવ્યું હતું પરંતુ દબાણ કર્યા બાદ સરકારી બાબુઓ દ્વારા અન્ય કોઈપણ કામગીરી કરવામાં આવી નહિ ન તો દબાણ વાળી જગ્યા રોડ બનાવામાં આવ્યું લોકોને અવર જવર માટે ભારે તકલીફો વેઠવી પડતી હતી, જેના માટે નિકુલસિંહ તોમરે ભાર્ગવ વિસ્તારમાં રોડ બને તે માટે સતત મેહનેત કરી અને જેનું પરિણામ સ્વરૂપ થોડા દિવસો પહેલાજ ભાર્ગવ વિસ્તારમાં રોડ બનાવવામાં આવ્યું.
આવા અનેક પ્રજાલક્ષી કર્યો નિકુલસિંહ તોમર દ્વારા મત વિસ્તાર જોયા વગર કાર્ય કરવામાં આવ્યા છે ,નિકુંલસિંહ નું માનવું છે કે પ્રજાલક્ષી કાર્ય કરવા માટે મત વિસ્તારની જરૂર નથી.