આજે ધોરણ 10નું પરીણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે આ પરીણામ બાદ શિક્ષણ મંત્રી કુંબેર ડીંડોરે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી. આજે ગુરુવારે જાહેર કરાયેલું ધોરણ 10નું 64.62 ટકા પરીણામ આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓને સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શુક્ષેચ્છાઓ આપી હતી.
કુબેર ડીંડોરે કહ્યું કે, ધોરણ 10 (SSC) બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થીઓને સફળ કારકિર્દીની શુભેચ્છાઓ. ભવિષ્યમાં આપ સૌ યુવાઓ ખંતપૂર્વક અને મહેનતથી યશ-કીર્તિ પ્રાપ્ત કરો તેવી અંતઃકરણપૂર્વક શુભકામનાઓ. આ સાથે તેમને નાપાસ થયેલા વિદ્યાર્થીઓને હિંમત ના હારીને ફરી પરીક્ષા આપી જીવનમાં આગળ વધવાની શુભકામનાઓ આપી હતી.
સીએમએ આપ્યો આ સંદેશો
સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પરીણામ જાહેર થયા બાદ શુભકામના આપતા કહ્યું કે, તમામ વિદ્યાર્થીઓને અભિનંદ અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામાનાઓ.
વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી ખુશી
આજે વહેલી સવારે જ પરીણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓ સવારે 8 વાગે ઓનલાઈન પરીણામ જોવા માટે તલપાપડ જોવા મળ્યા હતા. પરીણામ જાહેર થતાની સાથે જ પાસ તેમજ ટોપર્સ વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. ક્યાંક મીઠાઈઓ વાલીઓ ખવડાવતા જોવા મળ્યા હતા તો ક્યાંક ઢોલ નગારાના તાલે ઝૂમતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા. જો કે, આ વખતે ધોરણ 10નું વર્ષ 2023નું 64.62 ટકા પરીણામ આવ્યું હતું. વર્ષ 2022માં 65.18 ટકા પરીણામ આવ્યું હતું.