September 23, 2026
દેશતાજા સમાચાર

વડા­ધાન નરેન્દ્રભાઈ મોદીઍ નવમીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો

વડા­ધાન નરેન્દ્રભાઈ મોદીઍ નવમીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન ૨૧ તોપોની સલામી અપાઈ હતી. લાલ કિલ્લા પરથી તેમણે દેશ સામે ૫ સંકલ્પ રાખ્યા અને ત્રિશકિતનો મંત્ર આપ્યો. તેમણે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનને ઍક નવું નામ ‘પીઍમ સમગ્ર સ્વાસ્થ્ય મિશન’ના વિસ્તારનો ઉલ્લેખ કર્યો. ગાંધીજી, નેહરુજી અને સાવરકરને યાદ કર્યા.

નારીશકિતનાં સન્માન અને ગૌરવની વાત કરી તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્નાં હતું કે મારૂં દર્દ દેશવાસીઓને નહીં કહું તો કોને કહીશ. ઘરમાં ઍકતા ત્યારે જ સ્થપાય છે જયારે દીકરો-દીકરી સમાન હોય. જેન્ડર ઈકવાલિટી ઍકતાની ­થમ શરત છે. ઈન્ડિયા ફર્સ્ટ જ ઍકતાનો ­થમ મંત્ર છે. શ્રમિકોનું સન્માન કરવું જાઈઍ. મારી ઍક પીડા છે, મારી અંદર ઍક દર્દ છે કે કોઈ ને કોઈ કારણે આપણી અંદર ઍક વિકૃતિ આવેલી છે. આપણે શબ્દોમાં નારીનું અપમાન કરીઍ છીઍ. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજબરોજની જિંદગીમાં નારીના અપમાન કરવાની દરેક વાતથી મુક્તિનો સંકલ્પ લઈ શકીઍ છીઍ.

નરેન્દ્રભાઈ મોદીઍ કહ્નાં હતું કે આજનો દિવસ ઐતિહાસિક છે. ઍક પુણ્ય પડાવ, ઍક નવો માર્ગ, ઍક નવો સંકલ્પ અને નવી તાકાત સાથે કદમ આગળ મૂકવાનો અવસર છે. આઝાદીના યુદ્ઘમાં ગુલામીનો પૂરો સમય સંઘર્ષમાં વીત્યો છે. ભારતનો કોઈ ખૂણો ઍવો ન હતો કે જયારે દેશવાસીઓઍ અનેક વર્ષો સુધી ગુલામી સામે યુદ્ઘ ન કર્યું હોય, આહુતિ ન આપી હોય. આજે તમામ દેશવાસીઓ માટે આ મહાપુરૂષોને નમન કરવાનો અવસર છે. તેમનું સ્મરણ કરી તેમનાં સપનાંને પૂરાં કરવાનો સંકલ્પ લેવાનો અવસર છે. આજે આપણે કૃતજ્ઞ છીઍ પૂજય બાપુના, નેતાજી સુભાષચંદ્ર બોઝ, બાબા સાહેબ આંબેડકર, વીર સાવરકરના… તેમણે કર્તવ્યના માર્ગ પર જીવનને ખપાવી દીધું. આ દેશ કૃતજ્ઞ છે મંગલ પાંડે, તાત્યા ટોપે, ભગત સિંહ, સુખદેવ, રાજગુરૂ, ચંદ્રશેખર આઝાદ, અશફાક અલ્લા ખાં, રામ ­સાદ બિસ્મિલ. આ ક્રાંતિકારીઓઍ અંગ્રેજાના શાસનને હલાવી દીધું હતું.

નરેન્દ્રભાઈઍ કહ્નાં હતું કે જા આપણે આપણી પીઠ થપથપાવતા રહીશું તો આપણાં સપનાં દૂર થઈ જશે, તેથી ભલે આપણે ગમે તેટલા સંઘર્ષ કર્યો હોય છતાં આજે જયારે આપણે અમૃતકાળમાં ­વેશ કરી રહ્ના છીઍ, ત્યારે આગામી ૨૫ વર્ષ આપણા દેશ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજે હું લાલકિલ્લા પરથી ૧૩૦ કરોડ લોકોને આહ્વાન કરૂં છું. મિત્રો, મને લાગે છે કે આવનારાં ૨૫ વર્ષ સુધી પણ આપણે આ પાંચ સંકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ૨૦૪૭માં આઝાદીનાં ૧૦૦ વર્ષ થવાનાં છે, ત્યારે આઝાદીપ્રેમીઓનાં તમામ સપનાંને સાકાર કરવાની જવાબદારી આપણે લેવી પડશે, આગળ વધવું પડશે.

પ્રથમ સંકલ્પઃ- હવે દેશને મોટા સંકલ્પ સાથે આગળ વધવું જાઈઍ. ખૂબ મોટા સંકલ્પ સાથે ચાલવું પડશે. મોટો સંકલ્પ છે વિકસિત ભારત.

બીજા સંકલ્પઃ- જા હજુ પણ આપણા મનમાં કોઈપણ ખૂણામાં ગુલામીનો ઍકપણ અંશ હોય તો તેને કોઈપણ સંજાગોમાં છોડવાનો નથી. હવે આપણે ઍમાંથી સો ટકા છુટકારો મેળવવો પડશે, જેણે આપણને સેંકડો વર્ષોથી ગુલામીમાં પકડીને રાખ્યા છે.

ત્રીજા સંકલ્પઃ- આપણને આપણા વારસા પર ગર્વ હોવું જાઈઍ. આ ઍ વારસો છે, જેણે ઍક સમયે ભારતને સુવર્ણકાળ આપ્યો હતો. આ વારસા પર આપણને ગર્વ હોવું જાઈઍ.

ચોથો સંકલ્પઃ- ઍકતા અને ઍકજૂથતા. ૧૩૦ કરોડ દેશવાસીઓમાં ઍકતા. ન તો પોતાનું કે ન કોઈ પરાયું. ઍક ભારત શ્રેષ્ઠ ભારતના સપના માટે ઍકતાની શક્તિ ઍ આપણી ચોથી પ્રતિજ્ઞા છે.

પાંચમો સંકલ્પઃ- નાગરિકોની ફરજ, જેમાં પીઍમ પણ બહાર નથી હોતા, સીઍમ પણ બહાર નથી હોતા. તેઓ પણ નાગરિક છે. આવનારાં ૨૫ વર્ષનાં સપનાં પૂરાં કરવા માટે ઘણો જુસ્સો છે. જયારે સપનાં મોટા હોય છે, જયારે વિચારો મોટા હોય છે ત્યારે પ્રયત્ન પણ ઘણો મોટો હોય છે.

જયારે આપણે આઝાદીની ચર્ચા કરીઍ છીઍ ત્યારે જંગલોમાં રહેનારા આદિવાસી સમાજના ગૌરવને ન ભૂલવું જાઈઍ. બિસરા મુંડા સહિત અનેક નામો છે, જેમણે આઝાદીના આંદોલનનો અવાજ બનીને જંગલોમાં દૂર દૂર સુધી આઝાદી માટે પ્રાણ આપી દેવાની પ્રેરણા આપી.

નરેન્દ્રભાઈ મોદીઍ કહ્નાં હતું કે ૧૪ ઓગસ્ટના દિવસને ભારતે પાર્ટિશન થ્રેટ મેમરી દિવસને યાદ કરાયો. દેશવાસીઓઍ ભારત પ્રત્યેના પ્રેમના કારણે તમામ દુંખો હસતાં હસતાં સહન કર્યા. આઝાદીના અમૃત મહોત્સવમાં સેનાના જવાનો, પોલીસકર્મચારીઓ, બ્યૂરોક્રેટ, લોકસેવક, જન­તિનિધિ, શાસક-વહીવટકર્તાઓ રહ્ના છે.

૭૫ વર્ષની આપણી યાત્રામાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા. સુખ-દુઃખ આવતાં રહ્નાં. આ દરમિયાન આપણા દેશવાસીઓઍ પુરૂષાર્થ કર્યા. સફળતા મેળવી. ઍ વાસ્તવિકતા પણ છે કે ગુલામીઍ અનેક ઘાવ આપ્યા. આમ છતાં અંદર ઍક જુસ્સો અને જીદ હતાં. આઝાદી મળી રહી હતી ત્યારે દેશવાસીઓને ડરાવાઈ રહ્ના હતા. આપણે અનાજનું સંકટ સહન કર્યું. યુદ્ઘનો શિકાર થયા. આતંકવાદીઓનું પ્રોક્સીવોર, કુદરતી આપત્તિઓ સહન કરી. આમ છતાં ભારત આગળ વધતું રહ્નાં.

નરેન્દ્રભાઈઍ વધુમાં જણાવ્યું હતું કે જેમના મનમાં લોકશાહી હોય છે, જયારે તેઓ સંકલ્પ સાથે ચાલી નીકળે છે, ઍ સામર્થ્ય વિશ્વની મોટી સત્તાઓ માટે સંકટનો સમય લઈને આવે છે. લોકશાહીની આ માતા, આપણા ભારતે સાબિત કર્યું છે કે આપણી પાસે અમૂલ્ય શક્તિ છે. ૭૫ વર્ષની સફરમાં ઉતાર-ચઢાવ આવ્યા. ૨૦૧૪માં દેશવાસીઓઍ મને જવાબદારી સોંપી. આઝાદી પછી જન્મેલી હું ઍવી પહેલી વ્યકિત છું, જેને લાલકિલ્લા પરથી દેશવાસીઓનું ગૌરવ ગાવાની તક મળી, પણ હું તમારા લોકો પાસેથી જે કંઈ પણ શીખ્યો છું, હું તમને જેટલું જાણી શક્યો છું, હું સુખ અને દુઃખને સમજી શક્યો છું… ઍને લઈને મેં મારો આખો કાર્યકાળ દેશના લોકોને મજબૂત કરવામાં વિતાવી દીધો- પછી તે દલિત, શોષિત, ખેડૂતો, મહિલાઓ, યુવાનો, હિમાલયની કોતરો હોય, સમુદ્રનો કિનારો હોય, દરેક ખૂણામાં બાપુનું જે સપનું હતું. અંતે, માણસને સક્ષમ બનાવવાનું, મેં મારી જાતને તેને સમર્પિત કરી દીધી.

આ આયોજન દેશની આઝાદીનાં ૭૫ વર્ષ પૂરાં થયાં ઍ નિમિત્તે થઈ રહ્નાં છે. વડા­ધાન નરેન્દ્રભાઈ મોદી અનેકવાર લાલકિલ્લા પરથી પોતાની સરકાર દ્વારા લેવામાં આવેલાં મહત્ત્વપૂર્ણ પગલાંનાં પરિણામોની તેમજ ક્યારેક જાહેરાતો પણ કરે છે.

Related posts

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) પરથી વિધિવત રીતે વ્‍યાપારિક વિમાની સેવાઓનો પ્રારંભ

Ahmedabad Samay

બ્લાસ્ટની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

Ahmedabad Samay

જનસુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે પોતાના પ્રથમ જ પ્રત્યક્ષ ચૂંટણી જંગમાં ૧૮,૯૫૩ મતોના જંગી માર્જિનથી વિજય

Ahmedabad Samay

ઇન્દોરમાં હિન્દુ સંગઠનના લોકો પર પથ્થરમારોની ઘટના

Ahmedabad Samay

દિલ્હીના પાલમ એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું.

Ahmedabad Samay

માઉન્ટ આબુમાં તાપમાન -૪,તાપમાન શૂન્‍ય બિંદુથી નીચે જતા માઉન્‍ટ આબુમાં ગુજરાત તેમજ ભારતના બાકીના ભાગોમાંથી પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો