June 22, 2026
ગુજરાત

ગુજરાતની પ્રથમ સ્કાય ડાઈવર શ્વેતા પરમારે ૧૪૦૦૦ ફૂટની ઉંચાઈએથી સ્કાય ડાઇવિંગ કરી ઝંડો ફરકાવ્યો

સમગ્ર દેશ વિવિધ રીતે સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે ગુજરાતની પ્રથમ સ્કાય ડાઈવરે 14000 ફૂટની ઉંચાઈએથી સ્કાય ડાઇવિંગ કરી ઝંડો ફરકાવી દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો. સમગ્ર દેશમાં વિવિધ લોકો પોત પોતાની રીતે અનોખી રીતે દેશ પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે દેશની ચોથી અને ગુજરાતની એક માત્ર લાયસન્સ ધારક સ્કાય ડાઈવર શ્વેતા પરમારે ગત પાંચમી ઓગસ્ટના રોજ રશિયા ખાતે 14 હજાર ફૂટની ઊંચાઈએથી જમ્પ કરી ગરવી ગુજરાત લખેલો ઝંડો લહેરાવી દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો અને ગરવી ગુજરાત લખેલો ધ્વજ આકાશમાં લહેરાવી ગુજરાતી હોવાનો ગર્વ પણ વ્યક્ત કર્યો હતો.

 શ્વેતા પરમાર હાલ દેશમાં એક માત્ર એક્ટિવ મહિલા સ્કાય ડાઈવર છે. તેનું સપનું છે કે જે રીતે વિદેશમાં સ્કાય ડાઈવરની કોમ્પિટિશન હોય છે તેવી કોમ્પિટિશન આપણા દેશમાં પણ યોજાય. તે માટે સરકારે વિચારવું જોઈએ.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવ્યા બાદ નેશનલ એરો સ્પોર્ટ પોલિસી લાવ્યા બાદ અમારા જેવા ડાઈવરો પ્રોત્સાહિત થયા છે એના પહેલા કોઈ સ્કોપ જ નહોતો.જો સરકાર મદદ કરે તો શ્વેતા વિના મૂલ્યે યુવતીઓ અને યુવકને મફત સ્કાય ડાઇવિંગ શીખવાડવા તૈયાર છે. શ્વેતાનું કહેવું છે કે સ્કાય ડાઇવિંગનો ડ્રેસ અને પેરાશૂટ વિદેશમાં મળતા હોવાથી મોંઘા છે. 8થી 10 લાખની કિંમત છે તેથી સામાન્ય લોકો તેને ખરીદી શકતા નથી.

Related posts

રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી, ડ્રાઇવર નશાની હાલતમાં મળ્યો

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગરમાં એક યુવાનની જાહેરમાં કરાઇ હત્યા

Ahmedabad Samay

અસારવા પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપૂત દ્વારા HIV પેશન્ટને કોરોના વેકસીન આપવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ – આંખ આવવાના કેસોમાં વધારો, સિવિલમાં જ રોજના 298 કેસો, અર્બન હેલ્થ સેન્ટર પર 1600

Ahmedabad Samay

મેઘાણીનગર અને સરદારનગરના પી.એસ.આઇ ની થઇ બદલી

Ahmedabad Samay

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અમદાવાદ શહેરના પ્રમુખશ્રી સત્ય સુજલ મિશ્રા (સત્યેન્દ્રભાઈ)નું થયું દુઃખદ અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો