January 25, 2025
ગુજરાત

ધો. ૧૦-૧૨ પુરક પરીક્ષાનું પરિણામ ૧૨ વાગ્યે જાહેર કરવામાં આવશે, વોટ્સપ પર પણ જોઈ શકાશે રિઝલ્ટ

ધોરણ 10 અને 12માં મુખ્ય પરીક્ષામાં નાપાસ થયેલા અને પૂરક પરીક્ષા આપેલા વિદ્યાર્થીના પરિણામ આજરોજ 12 વાગ્યે જાહેર થશે

બોર્ડની વેબસાઈટ પર પુરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. બપોરે 12 વાગે બોર્ડની વેબસાઈટ પર જઈ પરિણામ ચેક કરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના જણાવ્યા અનુસાર, જૂન-જુલાઇ 2024માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10 (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષા તથા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ http://www.gseb.org પર તા. 29/07/2024ના રોજ બપોરે 12:00 કલાકે જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પોતાનો જૂન-જુલાઇ(પૂરક)-2024 પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો જૂન-જુલાઇ(પૂરક)-2024 પરીક્ષાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.

પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે, જેની શાળાના આચાર્યઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

Related posts

RTE ફ્રી શાળા પ્રવેશની જાહેરાત થઇ ચુકી છે. મેળવો સંપૂર્ણ માહિતી

Ahmedabad Samay

કોરોના સંકટમાં આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ કેસમાં આજે પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી પર કોર્ટનો ચુકાદો, તથ્ય પટેલની રેગ્યુલર જામીન પર સુનાવણી

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું સ્ટેડિયમનું નામ કેમ બદલાયું

Ahmedabad Samay

“આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023” ના વિષય અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.સી.સી. કેડેટ્સ દ્વારા ‘Eat Right Movement’ રેલીનું આયોજન

Ahmedabad Samay

ફરજિયાત લાયસન્સ, પશુઓની નોંધણી; AMCની રખડતા ઢોર માટે નવી નીતિ દરખાસ્ત

admin

એક ટિપ્પણી મૂકો