August 13, 2026
તાજા સમાચારદેશ

વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્‍સપ્રેસના ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા. હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

આજે વહેલી સવારે મોટી દૂર્ઘટના ટળી છે. આજે વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્‍સપ્રેસના ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટના પાલીના રાજકીયાવાસ પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્‍માતમાં લગભગ ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

ઉચ્‍ચ અધિકારીઓ જયપુરમાં હેડક્‍વાર્ટર સ્‍થિત કંટ્રોલ રૂમમાંથી પરિસ્‍થિતિ પર નજર રાખી રહ્યા છે. રેસ્‍ક્‍યૂ ટીમ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ છે. ઘાયલ લોકોને તાત્‍કાલિક સારવાર માટે મોકલવામાં આવ્‍યા છે

આ દુર્ઘટના બાદ ચાર ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. જયારે સૂર્યનગરી એક્‍સપ્રેસના મુસાફરોને સુરક્ષિત સ્‍થાન પર લઈ જવામાં આવી રહ્યા છે. આ પછી રેલ લાઇન ખાલી કરાવવામાં આવશે. તે જ સમયે, બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગને બ્‍લોક કરી દેવામાં આવ્‍યો છે.

રેલવેએ હેલ્‍પલાઈન નંબર જારી કર્યા.

જોધપુરઃ૦૨૯૧- ૨૬૫૪૯૭૯ (૧૦૭૨), ૦૨૯૧- ૨૬૫૪૯૯૩ (૧૦૭૨), ૦૨૯૧- ૨૬૨૪૧૨૫, ૦૨૯૧- ૨૪૩૧૬૪૬ પાલી મારવાડઃ ૦૨૯૩- ૨૨૫૦૩૨૪, ૦૨૯૩- ૨૨૫૦૧૩૮, ૦૨૯૩- ૨૨૫૧૦૭૨.

Related posts

કોરોના ની પહેલી લહેરમાં PM નરેન્દ્રભાઇ મોદી નાયક સાબિત થયા તો બીજી લહેરમાં ખલનાયક

Ahmedabad Samay

શ્રીનગરનાં લાલચોક પર આજે શ્રી કૃષ્ણની શોભાયાત્રાનું આયોજન કરી જન્માષ્ટમી ઉજવાઇ

Ahmedabad Samay

શું આપ જાણો છો વિશ્વની સૌથી મોટી શિવલિંગ ક્યાં આવેલ છે ?

Ahmedabad Samay

અનલોક ૦૫ અંતર્ગત ૧૫ ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી

Ahmedabad Samay

દેશભરમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. પંજાબ, જમ્મુ કશ્મીર અને ઉત્તરાખંડમાંમાં વરસાદે કાળો કહેર મચાવ્‍યો

Ahmedabad Samay

લોકસભામાં હિંદુઓ પર કરેલા નિવેદનથી PM મોદી અને અમિતશાહ થયા ભારે ગુસ્સે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો