August 7, 2026
દુનિયામનોરંજન

ભારતમાંથી ૩ ફિલ્‍મોને 95th ઓસ્કાર ઍકેડેમી એવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી

વર્ષ ૨૦૨૩માં આખા વિશ્વમાં અનેક ફિલ્‍મો રિલીઝ થઈ. ઘણી ફિલ્‍મોએ દુનિયામાં પોતાનો ડંકો વગાડ્‍યો અને અનેક ફિલ્‍મો ખૂબ જ ખરાબ રીતે ફ્‌લૉપ થઈ ગઈ. પણ આ વર્ષનો ઑસ્‍કર એવૉર્ડ ભારતીયો માટે ખૂબ જ મહત્‍વનો રહેશે કારણકે આ વર્ષે ભારતમાંથી ૩ ફિલ્‍મોને 95th ઍકેડેમી એવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી છે જેમાં એસએસ રાજામૌલીની ફિલ્‍મ `RRR` જેના ‘નાટુ નાટુ’ ગીતને બૅસ્‍ટ ઑરિજિનલ સૉન્‍ગ કેટેગરીમાં નૉમિનેટ કરવામાં આવ્‍યું છે.


ભારતની એક નહીં પરંતુ ૨ ડૉકયુમેન્‍ટ્રી ફિલ્‍મને ઑસ્‍કાર માટે નૉમિનેટ કરવામાં આવી છે. ‘ઑલ ધ બ્રિધર્સ’ અને ‘ધ એલિફંટ વ્‍હિસપરર્સ’ને બૅસ્‍ટ ડૉકયુમેન્‍ટ્રી ફિલ્‍મ માટે સિલેક્‍ટ કરવામાં આવી છે. ધ 94th ઍકેડેમી એવૉર્ડ એટલે ઑસ્‍કર એવૉર્ડને ડૉલ્‍બી થિયેટર લૉસ ઍન્‍જલિસમાં માર્ચ ૨૦૨૩માં ભારતીય સમય અનુસાર સવારે ૫:૩૦ વાગે પ્રસારિત કરવામાં આવશે.

હૉલીવૂડની ફિલ્‍મ ‘ઍવરીથિંગ ઍવરીવૅર ઑલ ઍટ વન્‍સ’ને સૌથી વધારે એટલે કે ૧૧ ઑસ્‍કારની કેટેગરીમાં પોતાનું સ્‍થાન મળ્‍યું છે. ‘ધ બેનશીસ ઑફ ઇનિશેરીન’ અને ‘ઑલ ક્‍વાઇટ ઑન ધ વેસ્‍ટર્ન ફ્રન્‍ટ’ બંને ફિલ્‍મોને કુલ ૯ નૉમિનેશન મળ્‍યા છે. સ્‍ટીવન સ્‍પિલબર્ગની ‘ધ ફેબેલમેન્‍સ’ને ૭ અને ટૉમ ક્રૂઝની ‘ટૉપ ગન મેવરિક’ને છ નૉમિનેશન સાથે આ લિસ્‍ટમાં જોડવામાં આવ્‍યા છે.

ઑસ્‍કરમાં બૅસ્‍ટ ફિલ્‍મનું નૉમિનેશન લિસ્‍ટ

ઑલ ક્‍વાઇટ ઑન ધ વેસ્‍ટર્ન ફ્રન્‍ટ

અવતાર : ધ વે ઑફ વૉટર

ધ બેનશીસ ઑફ ઇનિશેરીન

ઍલ્‍વિસ

ઍવરીથિંગ ઍવરીવેર ઑલ ઍટ વન્‍સ

ધ ફેબેલમેન

ટાર

ટૉપ ગન મેવરિક

ટ્રાએંગલ ઑફ સેડનેસ

વિમેન ટૉકિંગ

બૅસ્‍ટ એનિમટેડ ફિલ્‍મ

પિનોકીઓ

માર્સેલ ધ શેલ વિધ શૂઝ ઑન

પુસ ઇન ધ બૂટ ધ લાસ્‍ટ વિશ

ધ સી બીસ્‍ટ

ર્ટનિંગ રેડ

બૅસ્‍ટ વિઝ્‍યુઅલ ઇફેક્‍ટ્‍સ

ઑલ ક્‍વાઇટ ઑન ધ વેસ્‍ટર્ન ફ્રન્‍ટ

અવતારઃ ધ વે ઑફ વૉટર

ધ બૅટમૅન

બ્‍લૅક પૅન્‍થરઃ વકાન્‍ડા ફૉરેવર

ટૉપ ગન મેવરિક

Related posts

ભારતે ન્યુઝીલેન્ડને ૯૬ રને પરાજય આપીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમેં ઈતિહાસ રચ્યો

Ahmedabad Samay

બાબા વેંગા : ૨૦૨૪નું વર્ષ ‘આફતોનું વર્ષ’ રહેશે. તેમણે ૨૦૨૪ માટે કરેલી આગાહીમાં પ્રમુખ પુતિનના મોતનો પ્રયાસ કરાશે

Ahmedabad Samay

Parineeti Chopra: રાઘવ ચઢ્ઢા સાથેના અફેર અને લગ્નના સમાચાર વચ્ચે પરિણીતી ચોપરાને મળ્યા ‘ગુડ ન્યૂઝ’, ચાહકો આનંદથી ઉછળી પડ્યા!

Ahmedabad Samay

2030માં મેજબાની કરવા સ્કોટલેન્ડે સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ભારતને સોંપી દીધો છે.

Ahmedabad Samay

ઝુબીન નટિયાલનો ‘બેવફા તેરા માસૂમ ચેહરા ‘ નામનો રોમેન્ટિક ગીત રિલીઝ

Ahmedabad Samay

શાહરૂખ ખાને આલિયા ભટ્ટ અને સુહાનાને શીખવાડ્યું લિપ સિંક કરતા, આ ગીત માટે આપ્યો ક્લાસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો