ઓનલાઇન ફૂડ સર્વિસ કરતા સ્વીગી દ્વારા અવારનવાર ઓનલાઇન પેમેન્ટ, ખરાબ સર્વિસ અને વિલંબિત ડિલિવરી ને ફરિયાદ થતી હોય છે તેવામાં શુક્રવારે નાના ચિલોડ ખાતે અક્ષર રેસિડેન્સી માં રહેતા પ્રતીક માણેકપોરી નામના શકશે સ્વીગી ફૂડ એપ્લિકેશન દ્વારા જમવાનું ઓડર આપ્યું હતું અને ઓનલાઇન નાણાંની ચૂકણી પણ કરી દીધી હતી અને રૂ ૮૩૧ નું ખાવાનું બુક પણ થયું અને હોટલથી ડિલિવરી પણ થયું પરંતુ કસ્ટમર પ્રતિકના ઘર સુધી ઓડર ડિલિવરી ન થયું , ઓડરના ૩૦ મિનિટ સુધી ન આવતા ઓર્ડર વિશે ઓનલાઇન તપાસ કરતા સ્વીગી દ્વારા જાણવા મળ્યું કે તમે ફોન ન ઉપાડ્યો માટે ઓર્ડર રદ્દ કરવામાં આવ્યો છે અને તમને ૫૦% ઓર્ડર ની કિંમત વાળી કૂંપ આપવામાં આવશે, પરંતુ પ્રતીક ઘરેજ હાજર રહ્યા હતા અને ફોન પણ ચાલુ હતો અને પ્રતીક દ્વારા વોચમેન ને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે કોઈપણ ડીલીવરી બોય સ્વીગી તરફથી આવ્યો ન હતો,
આ વાતને જાણ ફરીથી સ્વીગી ક્સ્ટમર કેર ને જાણ કરાતા સ્વીગી દ્વારા માનવામાંજ આવતું ન હતું કે અમારા કર્મચારીઓ એ આવું કરીના શકે અને પ્રતીક ને તેના ઓર્ડર ની અડધી કિંમત વાળી ફૂડ કુપન મળશે
જ્યારે પ્રતીક નું કહેવું છે કે જ્યારે તમે ફૂડ ડિલિવરી કરી જ નથી અને જાતેજ ઓર્ડર રદ્દ કરી દીધું તો મારે પૈસા ક્યાં કારણે ચૂકવવાના પરંતુ સ્વીગીના મોટી ચામડીના કર્મચારી પૂરેપૂરા પૈસા પરત કરવાની ના પાડી પોતાનું નફટાઈ ભર્યું વર્તન ગ્રાહક જોડે કર્યું હતું.