September 11, 2026
ગુજરાત

અમદાવાદ- રખડતા ઢોર મામલે AMCએ 10 મહિનામાં 27 લાખ 77 હજાર દંડ વસુલ્યો, કોર્ટ રજૂ કર્યા આ જવાબો

રખડતા ઢોર મામલે AMCએ 10 મહિનામાં 27 લાખ 77 હજાર દંડ વસુલ્યો છે. આ ઉપરાંત અમદાવાદમાં 10 મહિનામાં 3913 રખડતા ઢોર પકડાયા છે. અમદાવાદમાં કરેલી કામગિરી અંગે એએમસી વતી ડીવાયએમસીએ હાઈકોર્ટેમાં સોગંદનામું રજૂ કર્યું હતું.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા રખડતા ઢોર મામલે તંત્ર સામે લાલ આંખ કરાતા રખડતા ઢોર પકડવાની કામગિરી કોર્પોરેશનચ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ કામગિરી અત્યારે પણ ચાલી રહી છે. ત્યારે આ મામલે હાઈકોર્ટની અંદર અત્યાર સુધીમાં કોર્ટના આદેશ બાદ શું કામગિરી કરવામાં આવી તેને લઈને સોગંદનામું રજૂ કરાયું હતું.  ગેરકાયદેસર દબાણ, રખડતા ઢોર, પાર્કિંગ જેવી બાબતો સામે કરેલી કાર્યવાહીનું સોગંદનામું એએમસી વતી ડીવાયએમસીએ હાઈકોર્ટેમાં સોગંદનામું રજૂ કર્યું હતું. અમદાવાદમાં 10 મહિનામાં 3913 રખડતા ઢોર પકડાયા છે. આ ઉપરાંત અન્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે.

695 આરએફઆઈડી ટેગ લગાવાયા
1 ડીસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી કામગિરી કરવામાં આવી છે. રખડતા ઢોર મામલે 27 લાખ 77 દંડ વસુલવામાં આવ્યો છે. રખડતા ઢોર મામલે 151 એફઆઈઆર આ સમય ગાળા દરમિયાન થઈ છે તેમ રજૂઆત કરવામાં આવીટ હતી. રખડતા ઢોર મામલે 695 આરએફઆઈડી ટેગ લગાવાયા છે.

દબાણ, પાર્કિંગ બાબતે કાર્યવાહીનું સોગંદનામું 
હાઈકોર્ટમાં ગેરકાયદેસર દબાણ, પાર્કિંગ બાબતે કાર્યવાહીનું સોગંદનામું પણ રજૂ કરાયું હતું. જેમાં ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણ મામલે એએમસીએ 7 ઝોનમાં કાર્યવાહી કરી હતી તેને લઈને પણ હાઈકોર્ટની અંદર સોગંદનામાંરુપે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.

7 ઝોનમાં કુલ 1154 ગેરકાયદેસર લારી ગલ્લા હટાવાયા 
7 ઝોનમાં કુલ 1154 ગેરકાયદેસર લારી ગલ્લા હટાવાયા છે. તૂટેલા રોડની મરામત મામલે કરેલી કામગિરીનો રીપોર્ટ કોર્ટ તરફથી રજૂ કરાયો છે. અમદાવાદમાં ફેરીયાઓ સામે પણ એએમસીએ જે કાર્યવાહી કરી તેનો પણ રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં એએમસીએ 62100 ફેરિયા આઈડેન્ટીફાઈ કર્યા છે. જેમાં કેટલાક દબાણો હટાવવામાં આવ્યા છે.

Related posts

કુબેરનગરમાં રોડના નબળા કામથી પડેલા ભૂવામાં યુવાન ખાબકતા ગંભીર ઇજા પહોંચી

Ahmedabad Samay

શાળાઓને સવાર પાળીમાં ચલાવવા માટે આદેશ આપવામાં આવ્યો

Ahmedabad Samay

નવા વર્ષમા સામાન્ય માણસ પર મોંઘવારીનો વધુ માર પડી શકે છે. બેંકિંગ ચાર્જથી લઈને એલપીજી સિલિન્ડરની કિંમતમાં થશે વધારો

Ahmedabad Samay

૧૭ જેલોમાં ૧૭૦૦ થી વધુ પોલીસ કાફલા સાથે વહેલી પરોઢ સુધી ચેકીંગ ચાલ્યુ

Ahmedabad Samay

ગુડલાઇફ ફિટનેસ જિમ દ્વારા પાવરલીફટિંગ કોમ્પિટિશનું આયોજન કરાઇ

Ahmedabad Samay

જાણો આ વર્ષે શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર, કળશ સ્થાપનાનો શુભ મુહૂર્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો