August 14, 2026
ગુજરાત

અમરવેલી અમરેલીના આંગણે શ્રી કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલય ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૨-૨૩નો રંગારંગ શુભારંભ

અમરવેલીથી ઓળખાતા એવાં અમરેલીના આંગણે શ્રી કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલય ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૨-૨૩નો રંગારંગ ભવ્ય શુભારંભ વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૨-૨૩ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી કલાકારોએ વિવિધ કૃત્તિઓની અદ્ભૂત પ્રસ્તુતિ કરી હતી. રાજ્યકક્ષાની આ ત્રિવસીય સ્પર્ધામાં ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ અને ૨૧ થી ૫૯ વર્ષ ઉપરાંત તમામ વયજૂથ વિભાગના સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. લોકનૃત્ય, સમૂહ ગીત, લોકવાર્તા, ચિત્રકલા, ભરતનાટ્યમ, રાસ, ભજન-લોકગીત, નિબંધ, વકતૃત્વ, તબલા, હાર્મોનિયમ, એકપાત્રીય અભિનય, કાવ્ય અને ગઝલ લેખન, દેશના નામાંકિત અને વિશ્વ વિખ્યાત કુચીપુડી, મોહિની અટ્ટમ, કથ્થક જેવાં નૃત્યો, લગ્નગીત, સિતાર અને મૃદંગમ વાદન, સારંગી અને રાવણહથ્થો સહિતની સ્પર્ધાઓ યોજાશે. આ તમામ સ્પર્ધાઓ શ્રી કે.કે.પારેખ અને આર.પી.મહેતા વિદ્યાલય-અમરેલી, શ્રી રાજા સ્કૂલ ઓફ આર્ટ ફોરવર્ડ સ્કૂલ મેદાન-અમરેલી, શ્રી દીપક હાઇસ્કૂલ-અમરેલી, પોલીસ પરેડ ગ્રાઉન્ડ,અમરેલી ખાતે યોજાશે. આ ઉપરાંત આજથી શરુ થતી આ સ્પર્ધામાં રાજ્યના ખુણે ખુણેથી પ્રતિભાવંત કલાકારો ભાગ લઈ રહ્યા છે.

આજરોજ સ્પર્ધાના પ્રથમ દિવસે દેસાઈ કે. કે. હાઇસ્કૂલ, ધમડાછા-નવસારી, બરોડા હાઇસ્કૂલ, અલકાપુરી-વડોદરા શહેર, ઈ. એમ. આર. એસ. ગારખડી-ડાંગના કલાકારોએ લોકનૃત્ય રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાતની લોકકલા અને લોકસંસ્કૃત્તિ ગુજરાતની આગવી ઓળખ છે. આ સંસ્કૃત્તિને વધારે પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકાર રમત ગમત ઉપરાંત વિવિધ કલાઓને પણ પ્રોત્સાહન આપી રહી છે અને ગુજરાત સરકાર દ્વારા કલા મહાકુંભ સ્પર્ધા થકી કલાકારોને પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, આ કલા મહાકુંભ થકી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનું ઉમદા કાર્ય રાજ્ય સરકાર કરી રહી છે અને ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોના પરિણામો પણ હવે જોવા મળી રહ્યા છે.

રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૨-૨૩ ઉદ્ધાટન કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન મોવલીયા, ધારી બગસરા વિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા,  જિલ્લા રમત ગમત અધિકારીશ્રી કુરેશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વડાપ્રધાન મોદી 31મી ઓક્ટોબરના રોજ અસારવા અને ઉદયપુર શહેર વચ્ચે વિશેષ એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.

Ahmedabad Samay

અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય પર ભાજપે જીતની ઉજવણી કરી

Ahmedabad Samay

મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી સેન્ટર પહોંચીને જૂનાગઢની વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો

Ahmedabad Samay

જુહાપુરામાં સોના ચાંદીના દાગીના સહિત કુલ ૯.૭૨ લાખ ની ચોરી કરી.

Ahmedabad Samay

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે ધૂમધામથી જળયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

Ahmedabad Samay

રાજસ્થાનમાં મુખ્યપ્રધાન નક્કી કરવાનું ભાજપને સૌથી મુશ્કેલ લાગી રહ્યું છે, વસુંધરા રાજે આ પદના પ્રબળ દાવેદાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો