September 25, 2026
ગુજરાત

વડોદરા: વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં, બાકી વેરાના 190 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા કડક કાર્યવાહી

વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. બાકી વેરા વસૂલાતની ઝૂંબેશ હેઠળ સોમવારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોમર્શિયલ મિલકત માલિકોને બાકી વેરો ભરવા માટેની નોટિસ ફટકારી છે. સાથે જ કેટલીક રહેણાંક મિલકતોમાં પાણીના કનેક્શન પણ કાપવામાં આવ્યા છે. માહિતી મુજબ,  રેવેન્યુ ઓફિસર કલ્પેશ શાહની હાજરીમાં કોર્પોરેશન દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે એક્શન મોડમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સોમવારે શહેરના અજવા રોડ સરદાર એસ્ટેટમાં કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા મિલકત વેરો ન ભરતા તેમના બાકી મિલકત વેરાની વસૂલાત માટે પાલિકાએ એકમો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત, કેટલાક રહેણાંક મિલકતો કે જેમના વેરા છેલ્લા ઘણા વર્ષોથી બાકી છે તેમના પાણીના કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી હતી.

કોર્પોરેશન દ્વારા કર્મચારીઓની અલગ-અલગ 19 ટીમ બનાવાઈ

માહિતી મુજબ, બાકી વેરાના 190 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા કર્મચારીઓની અલગ-અલગ 19 ટીમ બનાવાઈ છે. આ સાથે વેરા ન ભરનારા 48,200 રહેણાંક મિલકતોના પાણીના કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી છે. કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે, અગાઉ આ રહેણાંક મિલકતના માલિકોને 3-3 વખત નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં બાકીનો વેરો ન ભરતા પાણીના કનેક્શન કાપવાની ફરજ પડી છે. ઉપરાંત, કોમર્શિયલ મિલકતો કે જેમના વેરા બાકી છે તેમને સીલ કરવામાં આવી રહી છે. ત્યારે કોર્પોરેશનની આ પ્રકારની કામગીરી જોઈ વેરા ન ભરનારા લોકોમાં ફફડાટ જોવા મળી રહી છે.

Related posts

ગુજરાત યુનિવર્સિટીની સોમવાર સુધી બંધ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને “પઠાણ” ફિલ્મને પ્રસારિત થતા રોકવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં લુખ્ખા તત્વો અને બુટલેગરો બન્યા બેફામ, બાબુદાઢીથી પ્રજા પોકારી રહી છે ત્રાહિમામ ત્રાહિમામ

Ahmedabad Samay

અનેક શહેરોમાં કર્ફ્યુનો સમય વધારી સાંજે ૪ થી સવારે ૬ સુધી કરાયો,

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરાયું

Ahmedabad Samay

તીક્ષ્ણ હથિયાર વડે ૧૯ ઘા મારી યુવકની કરાઇ હત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો