ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે દર વખત કરતા આ વખતે ધૂળેટી વધુ યાદગાર બની હતી. સોશિયલ મીડિયા પર ફોટો અને વિડિયો ટીમ ઈન્ડિયાના અમદાવાદમાં હોળી રમતા સામે આવ્યા હતા.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પ્રેક્ટિસ પછી બસમાં હોળી રમ્યા હતા. આ સાથે, તેમણે હોટલમાં હોળી પણ રમી હતી. બધાના હાથમાં સૂકો કલર પણ હતો.ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં જોવા મળ્યા હતા. આ સાથે ફેન્સ પણ ખૂશ થયા હતા.
ટીમ ઈન્ડિયા હાલમાં ગુજરાત અમદાવાદમાં છે આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ છે એ પહેલા તહેવારના રંગોમાં ખેલાડીઓ રંગાયા હતા. ખેલાડિઓ માટે હોળીની ઉજવણી અમદાવાદમાં યાદગાર બની હતી.ગઈકાલે ટેસ્ટ ક્રિકેટ મેચ રમતા માટે પ્રેક્ટિસ સેશન પછી ટીમ ઈન્ડિયાએ બસમાં હોળી રમી હતી. ફક્ત એટલું જ નહીં, કેટલાક ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં હોળી પણ રમ્યા હતા. ડ્રેસિંગ રૂમમાં હોળી રમ્યા પછી, ભારતીય કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનની તસવીરો પણ સોશિયલ મીડિયામાંથી બહાર આવી હતી. ભારતના ખેલાડીઓ મન મુકીને ધૂળેટી રમ્યા હતા અને એકબીજા પર કલર લગાવ્યો હતો.
ટીમ એન્ડિયાના યંગ બેટ્સમેન શુભમન ગિલે સેલિબ્રેશનનો વીડિયો પોસ્ટ કર્યો હતો, આ સાથે સૂર્યકુમારે ફોટો શેર કર્યા હતા. વીડિયોમાં, ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ગિલની પાછળ ડાન્સ કરતો જોવા મળ્યો હતો.