July 27, 2026
તાજા સમાચાર

આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોના ઉભા પાકને માવઠાની થશે નુકશાન

આજથી  બે દિવસ ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોના પાકને નુકશાનની તેના કારણે ભિતી સેવાઈ રહી છે. ગુજરાતના વિવિધ પ્રાંતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત,ટ કચ્છ, સૌરાષ્ટ્ર સહીતના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. કેમ કે, વારંવાર માવઠાના કારણે સતત ચિંતા વધી રહી છે. જેથી ખેડૂતો પણ પાકના નુકશાનના કારણે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

વરસાદના કારણે ખેતીના પાકને નુકશાન થઈ શકે છે. અગાઉ ગત સપ્તાહમાં 18 જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે ફરી એકવાર વરસાદની શક્યતા છે. તેમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા છે. અગાઉ પણ સૌરાષ્ટ્ર, ઉત્તરગુજરાત સહીતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

વરસાદના પગલે માર્કેટયાર્ડ સહિત ખેડૂતોની ખુલ્લી ખેત પેદાશોને ઢાંકી રાખવા જાણ પણ કરવામાં આવી છે. માવઠાની આગાહીને જોતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. આજથી બે દિવસ હવામાન વિભાગે માવઠું થવાની શક્યતા વિવિધ વિસ્તારોમાં કરી છે.

આ વિસ્તારમાં કમોસમી વરસાદ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહીતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેમાં પણ અમરેલી, બનાસકાંઠા, ડાંગ, અરવલ્લી, તાપી સહીતના વિસ્તારોમાં માવઠું પડી શકે છે.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળું પાકને નુકશાન 
ગઈકાલે મોટાભાગના જિલ્લાઓમાં  વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લગભગ સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તરગુજરાતના વિવિધ 18 જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અમરેલી સહીતના પંથકની અંદર કરા સાથેટ વરસાદ પડ્યો હતો. ત્યારે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળું પાકને નુકશાન થવા પામ્યું છે. પાક લણવાની અણીએ જ હતો ત્યારે કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. ત્યારે નુકશાનીના વળતરની પણ માંગ ઉઠી છે. તેવામાં સર્વેના પણ અગાઉના વરસાદના આધારે આદેશ અપાયા હતા. ત્યારે વધુ નુકશાન થવાની શક્યતા છે.

Related posts

આસ્થાનું કેન્દ્ર એવું ઉત્તરાખંડનું ‘કૈંચી ધામ’ હવે એક નવા અવતારમાં જોવા મળશે

Ahmedabad Samay

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટી ઈજા થઈ છે

Ahmedabad Samay

જો એક્ઝિટપોલ સાચું પડશે તો ૧૯૯૮ પછી પહેલી વાર રાષ્ટ્રીય રાજધાનીમાં ભાજપ સત્તામાં પરત ફરશે

Ahmedabad Samay

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને તિલકવાડા તાલુકામાં પ્રવેશતા તાલુકાના દેવલીયા ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

Ahmedabad Samay

મા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. હાર્દિક પટેલ રહ્યા ઉપસ્થિત

Ahmedabad Samay

દેશમાં પ્‍લાસ્‍ટિક નોટો ટૂંક સમયમાં જોવા મળી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો