August 13, 2026
તાજા સમાચારરાજકારણ

દિલ્‍હી વિધાનસભાના મત EVM માં થયા કે, ૭૦૦ ઉમેદવારોનું ભાવિ નક્કી કરાશે. પરિણામો ૮ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે,

દિલ્‍હી વિધાનસભા ચૂંટણી માટે  સવારથી જ મતદાન મથકો પર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી,  દિલ્‍હીના ૧.૫૬ કરોડ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી લગભગ ૭૦૦ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પરિણામો ૮ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત અનેક દિગ્‍ગજોએ તેના મતાધિકારનો ઉપયોગ કર્યો. બપોર સુધીમાં અંદાજે ૪૫ ટકા મતદાન થયું હોવાના અહેવાલ છે. આમ આદમી પાર્ટીએ બીજેપી પર પૈસા વહેંચવાનો આરોપ મુકયો છે.

બીજેપીએ આરોપ લગાવ્‍યો કે સીલમપુરમાં બુરખા પહેરેલી મહિલાઓને નકલી મતદાન કરાવવા માટે મજબુર કરવામાં આવી રહી છે.

રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડૉ. રાજેન્‍દ્ર પ્રસાદ કેન્‍દ્રીય વિદ્યાલયમાં મતદાન કર્યું.આમ આદમી પાર્ટીના નેતા અને જંગપુરા વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍ય ઉમેદવાર મનીષ સિસોદિયાએ નવી દિલ્‍હી વિધાનસભા મતવિસ્‍તારના લેડી ઇરવિન સિનિયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાતે સ્‍થાપિત મતદાન મથક પર મતદાન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ દિલ્‍હીના મતદારોને ખાસ અપીલ કરી છે. પીએમ મોદીએ X પર પોસ્‍ટ કરીને લખ્‍યું, દિલ્‍હી વિધાનસભા ચૂંટણીમાં આજે બધી બેઠકો માટે મતદાન થશે. હું અહીંના મતદારોને લોકશાહીના આ ઉત્‍સવમાં પૂરા ઉત્‍સાહ સાથે ભાગ લેવા અને પોતાનો કિંમતી મત આપવા વિનંતી કરું છું. આ પ્રસંગે, પહેલી વાર મતદાન કરવા જઈ રહેલા તમામ યુવા મિત્રોને મારી ખાસ શુભેચ્‍છાઓ. યાદ રાખો- પહેલા મતદાન, પછી નાસ્‍તો!

રાષ્‍ટ્રીય રાજધાની તમામ ૭૦ વિધાનસભા બેઠકો માટે મતદાન કરીને પોતાની નવી સરકારની પસંદગી કરશે. દિલ્‍હીમાં સ્‍પર્ધા ત્રિકોણીય છે, જેમાં ૨૦૨૫ની દિલ્‍હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ મેદાનમાં છે.

અરવિંદ કેજરીવાલની AAP સતત ત્રીજી વખત સત્તા જાળવી રાખવા માટે લડી રહી છે. જ્‍યારે ભાજપ ૨૭ વર્ષથી રાષ્‍ટ્રીય રાજધાનીમાં સત્તામાં નથી. ૧૫ વર્ષ સુધી દિલ્‍હી પર શાસન કરનાર કોંગ્રેસ દિલ્‍હી વિધાનસભા પર પોતાનો ખોવાયેલો નિયંત્રણ પાછો મેળવવા માટે ચૂંટણી લડી રહી છે.

Related posts

કોરોના થયો તો પણ નેતાજી ન સુધર્યા, ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ જાહેરમાં ઉજ્જવી ત્રીજી એનિવર્સરીની

Ahmedabad Samay

રાજ્યના શક્તિશાળી નેતા અજિત પવારના આકસ્મિક નિધન બાદ, તેમના પત્ની સુનેત્રા પવારે આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Ahmedabad Samay

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સાથે રામ લલાની મૂર્તિની થઇ પ્રાણ પ્રતિષ્ઠા

Ahmedabad Samay

વેજલપુર વોર્ડના ઉમેદવાર મહેશભાઇ ઠાકોરે યોજી કોંગ્રેસની ઐતિહાસિક રેલી

Ahmedabad Samay

પનામા પેપર્સ લીક   કેસમાં ઐશ્વર્યા રાય બચ્ચનને EDના સમન્સ પાઠવવામાં આવ્યું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 28 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો