August 12, 2026
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ટેસ્ટ મેચને લઈને ધમકી આપનાર આખરે મધ્યપ્રદેશથી ઝડપાયા

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચને લઈને ધમકી આપનાર આરોપીઓને અમદાવાદ લવાયા છે. ખાલીસ્તાની આતંકવાદીના નામથી અલગ અલગ ટ્વીટ પણ કર્યા હતા. ધમકી ભર્યા મેસેજ વાયરલ કરવાનું કામ કરના બેની ધરપક કરી છે. મધ્યપ્રદેશથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લાવવામાં આવ્યા છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા આરોપીઓની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. ધમકી અને ડર ફેલાવાનું આરોપીઓનું મોટું નેટવર્ક હોવાની પણ આશંકા છે. આરોપીઓ પાસેથી 11 સીમ બોક્સ, 400 સીમ કાર્ડ અને 4 રાઉટર જપ્ત કરવામાં આવ્યા છે.

પ્રિ રેકોર્ડ મેસેજ કરીને ધમકી ભર્યો મેસેજ ફરતો કર્યો હતો. મધ્યપ્રદેશના બે જુદા-જુદા સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. રાહુલકુમાર હરીહર દ્વિવેદી અને નરેન્દ્ર કુશવાહની ધરપકડ કરવામાં આવી છે.

આ મેસેજ વાયરલ થયા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી ગઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મેસેજને ટ્રેક કર્યો હતો અને મેસેજ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો તેની તપાસ શરૂ કરી હતી. ગુજરાતમાં હજારો લોકોના ઓડિયો-વિડિયો મેસેજ અને કોલ આવ્યા. એક વીડિયો પણ વાયરલ થયો હતો. લોકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવાની ધમકી આપવામાં આવી હતી. જેમનો હેતુ મેચ પહેલા લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરવાનો હતો.

Related posts

અમદાવાદની મેટ્રો ટ્રેનમાં સવારી કરતા પહેલા જરૂર વાંચજો નહીતો ભરવા પડશે ૫૦૦૦રૂ. દંડ

Ahmedabad Samay

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું.

Ahmedabad Samay

કિસ્મત ચમકી, તમ્બુમાં રહેતા યશસ્‍વી જયસ્‍વાલે એક્‍સ બીકેસીમાં ૫.૪ કરોડ રૂપિયામાં એક એપાર્ટમેન્‍ટ ખરીદ્યું

Ahmedabad Samay

દિવાળી આવવાના પહેલાજ સરકારે આપી દિવાળી ભેટ, જાણો GST માં સુધારો થતા કઇ કઇ વસ્તુઓ થઇ સસ્તી

Ahmedabad Samay

સુદાન પોર્ટ પર દુર્ઘટનાનો શિકાર બન્યું વિમાન, 4 સૈનિકો સહિત 9 લોકોના મોત

Ahmedabad Samay

પશુપાલક માટે સારા સમાચાર,પાક વીમા પછી કેન્‍દ્ર સરકાર યુનિવર્સલ પશુધન વીમા યોજના લાવવાની તૈયારી શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો