હોળી પહેલા દેશની રાજધાની દિલ્હીના લોકોને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત હવે વધીને 1,103 રૂપિયા થઈ ગઈ છે.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 2119.50 રૂપિયા થઈ ગઈ છે.
આ સાથે હવે યુપીની રાજધાની લખનૌમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 1,140 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ પહેલા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ નવા વર્ષે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો.
પાંચ વર્ષમાં એલપીજીના ભાવમાં 45 ટકાનો વધારો થયો છે
છેલ્લા કેટલાક વર્ષોમાં એલપીજીના ભાવમાં ઝડપથી વધારો થયો છે. પેટ્રોલિયમ મંત્રાલયના સત્તાવાર ડેટા અનુસાર, 1 એપ્રિલ, 2017 થી 6 જુલાઈ, 2022 વચ્ચે, એલપીજીના ભાવમાં 58 વખત ફેરફાર થયો છે. જેના કારણે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 45 ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે એપ્રિલ 2017માં એલપીજી સિલિન્ડરની કિંમત 723 રૂપિયા હતી. જુલાઈ 2022 સુધીમાં 45 ટકાથી 1,053.