February 9, 2025
દેશ

રાહુલ ગાંધીની સંસદની સદસ્‍યતા સમાપ્ત કરવામાં આવી, ગઈકાલે જ સુરત કોર્ટે તેને બે વર્ષની કેદની સજા ફટકારી

રાહુલ ગાંધીની સંસદની સદસ્‍યતા સમાપ્ત કરવામાં આવી છે. ગઈકાલે જ સુરત કોર્ટે તેને બે વર્ષની કેદની સજા ફટકારી હતી. લોકસભા સચિવાલય દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્‍યું છે. તમને જણાવી દઈએ કે માનહાનિના કેસમાં સુરતની કોર્ટે ગુરુવારે જ રાહુલ ગાંધીને બે વર્ષની કેદની સજા સંભળાવી હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્‍યો છે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદની સદસ્‍યતા રદ કરી દીધી છે. વાસ્‍તવમાં, સુરત કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્‍યા હતા અને તેમને ૨ વર્ષની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા.

સુરત કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્‍યતા બેલેન્‍સમાં લટકી રહી હતી. હકીકતમાં, જનપ્રતિનિધિત્‍વ અધિનિયમ મુજબ, જો સાંસદો અને ધારાસભ્‍યોને કોઈ પણ સંજોગોમાં ૨ વર્ષથી વધુની સજા થઈ હોય, તો તેમનું સભ્‍યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવશે. એટલું જ નહીં, સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્‍ય છે.

રાહુલ સામે હવે શું વિકલ્‍પો છે? રાહુલ ગાંધીની લોકસભાની સદસ્‍યતા સમાપ્ત થઈ ગઈ છે. જો કે, રાહુલ માટે સદસ્‍યતા જાળવી રાખવાના તમામ રસ્‍તા બંધ કરવામાં આવ્‍યા નથી. તેઓ તેમની રાહતને હાઈકોર્ટમાં પડકારી શકે છે, જ્‍યાં સુરત સેશન્‍સ કોર્ટના નિર્ણય પર સ્‍ટે આવે તો સભ્‍યપદ બચાવી શકાય છે. જો હાઈકોર્ટ સ્‍ટે નહીં આપે તો સુ-ીમ કોર્ટનો દરવાજો ખટખટાવવો પડશે. આવી સ્‍થિતિમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્‍ટે આપવામાં આવે તો પણ તેમનું સભ્‍યપદ બચાવી શકાય છે. પરંતુ જો તેમને ઉપરની કોર્ટમાંથી રાહત નહીં મળે તો રાહુલ ગાંધી ૮ વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.

રાહુલ ગાંધીએ ૧૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્‍દ્રભાઇ મોદીની અટક કેમ સામાન્‍યછે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્‍ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ ૪૯૯, ૫૦૦ હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પોતાની ફરિયાદમાં ભાજપના ધારાસભ્‍યએ આરોપ લગાવ્‍યો હતો કે ૨૦૧૯માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે એવું કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે?

Related posts

બેક્નોએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ટેલિકોમ લિમિટેડના બેક્ન એકાઉન્ટને ફ્રોડ ગણાવ્યું

Ahmedabad Samay

નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે સામાન્‍ય બજેટ રજૂ કર્યુ છે, જાણો બજેટની મહત્વની વાતો

Ahmedabad Samay

અદાણી રિયલ્ટી દ્વારા ભારતમાં સૌ પ્રથમવાર રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં TEN BKCનો વર્ચ્યુઅલ પઝેશન સાથેનો નવો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો

Ahmedabad Samay

કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો, નોઝ સ્પ્રે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે

Ahmedabad Samay

લોકડાઉન ૫ માં ઘણી બધી છુટછાટ

Ahmedabad Samay

કેનેડા બાદ અમેરિકા ભારત માટે પ્રતિબંધ મુકશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો