November 4, 2026
બિઝનેસ

સાવધાન / 30 જૂન સુધી આધારને પેન સાથે લિંક કરાવવું છે ફરજિયાત, નહીંતર ચૂકવવુ પડશે મોટું દંડ

adhar-PAN:જો તમે હજુ સુધી પેનને આધાર સાથે લિંક (adhar-PAN Link) નથી કરાવ્યું તો સાવધાન થઈ જાવો. કારણ કે સરકાર હવે આવા લોકો સામે એક્શનમાં આવી છે. નાણામંત્રી સીતારમણે સ્પષ્ટ કર્યું છે કે, જો 30 જૂન 2023 સુધીમાં પેનને આધાર સાથે લિંક (adhar-PAN Link) કરવામાં નહીં આવે તો તેમણે વધુ દંડ ભરવો પડશે. એટલા માટે સમયસર પેનને આધાર સાથે લિંક કરી લેવું. નહીંતર કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે. હાલ દંડની રકમ 1 હજાર રૂપિયા છે. પરંતુ જો તમે 30 જૂન સુધી આ કામ નહીં કરાવો તો તમારે વધુ રૂપિયા ચૂકવવા પડશે.

પેન (PAN) થઈ જશે નિષ્ક્રિય

અત્યાર સુધી સરકારનો નિયમ હતો કે, જો તમે 30 જૂન સુધીમાં આ મહત્ત્વપૂર્ણ કામ નહીં કરાવો તો તમારું પેન નિષ્ક્રિય થઈ જશે. પરંતુ નવીનતમ માહિતી મુજબ, નાણામંત્રીએ જાહેરાત કરી છે કે જો તમે સમયસર પેનને આધાર સાથે લિંક નહીં કરો તો દંડની રકમમાં વધારો કરવામાં આવશે. જેમણે આજ સુધી પેનને આધાર સાથે લિંક નથી કર્યું, તેઓએ તરત જ આ કામ કરવું જોઈએ. નાણા મંત્રાલય દ્વારા 28 માર્ચે જારી કરાયેલા નિવેદન મુજબ, TDS અને TCS સંબંધિત સમસ્યાઓથી બચવા માટે દરેક વ્યક્તિએ કોઈપણ સંજોગોમાં તેમના આધારને પેન કાર્ડ સાથે લિંક કરાવવું જોઈએ.

નાણામંત્રીના નિવેદન મુજબ ઈનકમ ટેક્સ એક્ટ 1961 હેઠળ, 1 જુલાઈ 2017ની તારીખ સુધી જેમના નામે પેન કાર્ડ જારી કરવામાં આવ્યા છે અને આધાર કાર્ડ માટે લાયક છે, તેમને 31 માર્ચ, 2023 સુધીમાં લિંક કરાવવું. તાજેતરમાં પેનને આધાર સાથે લિંક કરવાની અવધિ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં જેમણે પોતાનું આધાર કાર્ડ અને પેન કાર્ડ લિંક નથી કરાવ્યું તેમનો પેન (PAN) 1 જુલાઈ, 2023થી રદ થઈ જશે.

Related posts

રિલાયન્સ, TCS અને SBIના રોકાણકારોને ટૂટતા બજારમાં પણ ચાંદી, HDFC, ઈન્ફોસિસ અને ITCએ આપ્યો ઝટકો

Ahmedabad Samay

ઉપયોગી / નકલી નોટ મળવા પર શું કરવું? RBIએ તમારા દરેક પ્રશ્નનો આપ્યો જવાબ

Ahmedabad Samay

દેશની ત્રણ બેંકો FD પર આપી રહી છે મજબૂત વ્યાજ, જ્યાં તમને ઇન્વેસ્ટ પર મળશે બમ્પર રિટર્ન

Ahmedabad Samay

મારુતિ લોન્ચ કરશે ઇલેક્ટ્રિક મારુતિ 800

Ahmedabad Samay

સાથીકર્મીઓને જેલમાં મોકલવાને બદલે ભારતીય કાયદાઓનું પાલન કરીશું: BBCની મોદી ડોક્યુમેન્ટરી પર બોલ્યા એલન મસ્ક

Ahmedabad Samay

ક્યાંક 10 લાખ તો ક્યાંક 5000 રૂપિયા, જાણો કયા દેશમાં ચલણમાં છે સૌથી મોટી નોટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો