September 8, 2024
Other

14 એપ્રિલે સાંજે GMDC ગ્રાઉન્ડ પર RSS વડા મોહન ભાગવત સ્વયંસેવકોને સંબોધન કરશે

RSSના વડા મોહન ભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 14 અને 15 એપ્રિલે મોહન ભાગવત ગુજરાત પ્રવાસે છે, ત્યારે જાણવા મળી રહ્યું છે કે મોહન ભાગવત ગુજરાત સંઘના કાર્યક્રમોમાં હાજરી આપશે. 2024ની ચૂંટણી પહેલાં GMDC ગ્રાઉન્ડ પર RSS પોતાનું શક્તિપ્રદર્શન કરશે. 14 અને15 એપ્રિલે મોહન ભાગવત અમદાવાદની મુલાકાતે આવવાના છે. 14 એપ્રિલે સાંજે GMDC ગ્રાઉન્ડ પર સ્વયંસેવકોને તેઓ સંબોધન કરશે. 10 હજારથી વધુ સ્વયંસેવકો આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે.

RSS વડા મોહન ભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસમાં 14, 15 એપ્રિલે ગુજરાતના સંઘના કાર્યક્રમોમાં હાજરી આપશે. 2024ની ચૂંટણી પહેલા RSSનું શક્તિ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે 14 એપ્રિલે સાંજે GMDC ગ્રાઉન્ડમાં 10 હજારથી વધુ સ્વયં સેવકોને ભાગવત સંબોધન કરશે. 2015માં ગુજરાતમાં વિશાળ જનસભાને ભાગવતે સંબોધન કર્યું હતું.  ત્યારે 8 વર્ષ બાદ ગુજરાતમાં જાહેર મંચ પર ફરી એકવાર ભાગવત સંબોધન કરશે. 2024ની ચૂંટણી પહેલા આડકતરી રીતે સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર ભાગવત સંબોધન કરશે. 15 એપ્રિલે મોહન ભાગવત એક બુક લોન્ચ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં સંઘના પદાધિકારીઓ સાથે બેઠક પણ કરશે.

બીજી બાજુ, ભાજપે ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. RSS દ્વારા ભાજપને એક પ્રકારે સમર્થન કરવામાં આવતુ હોય છે. ખાસ કરીને ચૂંટણી સમયે જોવા મળતુ હોય છે કે RSSના અનેક કાર્યકર્તા-સ્વયંસેવકો ભાજપ તરફી કેમ્પેઇન કરતા હોય છે. RSSના વડા મોહન ભાગવતનું કોઇપણ જગ્યાએ જઇને શક્તિપ્રદર્શન કરવુ એ હંમેશા સૂચક હોય છે.

4 એપ્રિલે GMDC ગ્રાઉન્ડ પર RSSનું શક્તિ પ્રદર્શન

14 અને 15 એપ્રિલ એમ બંને દિવસોમાં તેઓ અનેક બેઠક પણ કરવાના છે. બેઠકોની સાથે 14 એપ્રિલે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર તેઓ શક્તિ પ્રદર્શન કરવાના છે. સાથે જ 10 હજારથી પણ વધુ કાર્યકરો-સ્વયંસેવકોને સંબોધન કરવાના છે.

Related posts

ગુજરાતની જાણીતા લોકગાયિકા રાજલ બારોટની થઇ સગાઈ

Ahmedabad Samay

ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની ફાઇનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી

Ahmedabad Samay

ભુલાભાઈ પાર્ક વિસ્‍તાર પાસે વિદ્યાર્થિનીની છેડતી કરવી એક રોમિયોને ભારે પડી,સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

Ahmedabad Samay

છુટા-છેડા ને લઇ કાયદાકીય બાબતે મહત્વની વાતો એડવોકેટ ઓઢવેલની ડાયરીથી

Ahmedabad Samay

GCS HoSpital 77 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ સર્જરી દ્વારા દૂર કરાઇ

Ahmedabad Samay

પદ્મિનીબા વાળાએ રાજકોટના આશાપુરા મંદિરે બેસી અન્નનો ત્યાગ યથાવત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો