અમદાવાદ શહેરમાં કાર્યરત પોલીસ કર્મચારીઓ ના પરિજનો માટે ખાસ દર વર્ષે પોલીસ વિભાગ તરફથી જે.ડી.નાગરવાલા સ્ટેડિયમ ખાતે ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવે છે,
ગતરોજ તારીખ ૨૮ ઓક્ટોબર ના શરદ પૂનમ ૨૦૨૩ નિમિતે પણ ખાસ પોલીસ પરિવારો માટે રાસ – ગરબા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,
ગતરોજ ના આ ભવ્ય રાસ – ગરબા ના કાર્યક્રમમાં મા.પોલીસ કમિશ્નર G.S.MALIK સાથે સેકટર કક્ષાના પોલીસ અઘિકારીઓ સહિત DCP, ACP, P.I કક્ષા ના અધિકારી ગણ પણ ઉપસ્થિત રહેશે અને પોલીસ પરિવારના સભ્યો માં જગદંબા ની આરતી બાદ ભવ્ય રાસ – ગરબા નો શુભારંભ કરવામાં આવશે,
પોલીસ અધિકારી શ્રીઓ માટે અને પોલીસ પરિવાર માટે સુંદર બેઠક વ્યવસ્થા સાથે પાણી ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.