December 10, 2024
રમતગમત

સતત ત્રણ સિક્સ ફટકારી ટિમ ડેવિડે મુંબઇને જીતાડ્યું, યશસ્વીની સદી એળે ગઇ

ઇન્ડિયન પ્રિમિયર લીગની 1000મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને છ વિકેટથી હરાવ્યું હતું અને આ સીઝનમાં તેની ચોથી જીત મેળવી હતી. આ જીત સાથે મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે સાત વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.3 ઓવરમાં 214 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મુંબઈ માટે ટિમ ડેવિડે 20મી ઓવરના ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારીને મેચનો અંત લાવ્યો હતો. રાજસ્થાન માટે યશસ્વી જયસ્વાલની 124 રનની ઈનિંગ બેકાર ગઇ હતી. આ સાથે જ મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 55 રન બનાવ્યા હતા. તેમના સિવાય ટિમ ડેવિડે 45 અને કેમરુન ગ્રીને 44 રન બનાવ્યા હતા.

આ મેચમાં મુંબઈએ વાનખેડે મેદાન પર સૌથી મોટા લક્ષ્યનો પીછો કર્યો હતો. આ સાથે જ IPLના ઈતિહાસમાં ચોથા સૌથી મોટા લક્ષ્યનો પીછો કર્યો. IPLમાં સૌથી મોટો રન ચેઝ રાજસ્થાનની ટીમે 2020માં પંજાબ સામે કર્યો હતો. આ મેચમાં રાજસ્થાનને 224 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરીને શાનદાર શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરની ઓપનિંગ જોડીએ પાંચ ઓવરમાં જ ટીમનો સ્કોર 50 રનની પાર પહોંચાડ્યો હતો. પાવરપ્લે બાદ રાજસ્થાનનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વિના 65 રન હતો. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલો કેપ્ટન સેમસન કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 10 બોલમાં 14 રન બનાવીને અરશદ ખાનનો શિકાર બન્યો હતો.

જેસન હોલ્ડર નવ બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. શિમરોન હેટમાયર પણ નવ બોલમાં આઠ રન બનાવીને આઉટ થયો હતો. ધ્રુવ જુરેલ બે રન પર આઉટ થયો હતો.  જોકે, યશસ્વી જયસ્વાલે એક છેડે અટકીને 53 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. છેલ્લી બે ઓવરમાં પણ જયસ્વાલે સૌથી વધુ રન બનાવ્યા હતા અને રાજસ્થાનની ટીમ સાત વિકેટે 212 રન જ બનાવી શકી હતી. IPLમાં સદી ફટકારનાર તે ચોથો સૌથી યુવા ભારતીય છે. તેણે 21 વર્ષની ઉંમરમાં આ કારનામું કર્યું હતું. આમાં સૌથી આગળ મનીષ પાંડે છે, જેણે 19 વર્ષની ઉંમરમાં આ કર્યું હતું. ઋષભ પંતે 20 વર્ષની વયે IPLમાં અને દેવદત્ત પડિકલે પણ 20 વર્ષની ઉંમરે સદી ફટકારી હતી.

આ મેચમાં જયસ્વાલ સિવાય અન્ય કોઈ બેટ્સમેન રાજસ્થાન માટે કંઈ ખાસ કરી શક્યો નહોતો.

213 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. કેપ્ટન રોહિત શર્મા પોતાના જન્મદિવસ પર ત્રણ રન બનાવીને સંદીપ શર્મા દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. સંદીપે તેને IPLમાં પાંચમી વખત આઉટ કર્યો હતો. આ પછી કેમરૂન ગ્રીન અને ઈશાન કિશને ઝડપી રન કર્યા હતા. બંનેએ મળીને પાવરપ્લેના અંત સુધી મુંબઈનો સ્કોર એક વિકેટે 58 રન સુધી પહોંચાડ્યો હતો. બંનેએ બીજી વિકેટ માટે 62 રન બનાવ્યા હતા. ઈશાન કિશન 28 રન બનાવીને અશ્વિનનો શિકાર બન્યો હતો.

કિશનના આઉટ થયા બાદ સૂર્યકુમારે ગ્રીન સાથે મળીને ઝડપી રન બનાવ્યા હતા. અશ્વિને ગ્રીનને 44 રન પર આઉટ કર્યો હતો.  આ સમયે મુંબઈનો સ્કોર 11 ઓવરમાં ત્રણ વિકેટે 101 રન હતો. આ પછી સૂર્યકુમાર યાદવે તિલક વર્મા સાથે શાનદાર ભાગીદારી કરીને મુંબઈના સ્કોરને 150 રનથી આગળ લઈ ગયો હતો. આ પછી સૂર્યા પણ 29 બોલમાં 55 રન બનાવીને આઉટ થયો હતો. બોલ્ટના બોલ પર સંદીપ શર્માએ તેનો શાનદાર કેચ પકડ્યો હતો.

તિલક અને ડેવિડે આક્રમક બેટિંગ કરી હતી અને 18 ઓવર પછી મુંબઈનો સ્કોર 181 રન સુધી પહોંચ્યો હતો. મુંબઈને જીતવા માટે છેલ્લી બે ઓવરમાં 32 રનની જરૂર હતી. સંદીપ શર્માએ 19મી ઓવરમાં 15 રન આપ્યા હતા અને મુંબઈને છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી. જેસન હોલ્ડરની ઓવરના પહેલા ત્રણ બોલમાં ટિમ ડેવિડે ત્રણ સિક્સર ફટકારીને મુંબઈને ત્રણ બોલ બાકી રહેતા જીત અપાવી હતી. રાજસ્થાન તરફથી અશ્વિને બે વિકેટ ઝડપી હતી. બોલ્ટ અને સંદીપ શર્માને એક-એક વિકેટ મળી હતી

Related posts

બીસીસીઆઈની મુંજવણ, ટેસ્ટ મેચમાં વાઇસ કેપ્ટન કોણ બનશે ?

Ahmedabad Samay

WTC Final: જાણો ફાઇનલ મેચના પાંચ દિવસ સુધી કેવું રહેશે ઓવલનું હવામાન, કેટલી દરરોજ વરસાદની શક્યતાઓ

Ahmedabad Samay

ICC એ ટેસ્ટ રેન્કીંગ જાહેર કરી

Ahmedabad Samay

ભારતમા પ્રથમ વખત MotoGP રેસનુ આયોજન થશે.

Ahmedabad Samay

બેડમીન્ટન સ્ટાર પીવી સિંધુએ કવાર્ટર ફાઇનલ મુકાબલામાં પહોંચી

Ahmedabad Samay

PBKS Vs LSG: લખનઉના બે બોલરોએ પંજાબને હરાવ્યું, મોહાલીમાં લખનઉની જીતના આ રહ્યા કારણો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો