December 10, 2024
રમતગમત

IPL 2023 : દિલ્હી કેપિટલ્સ પ્લેઓફની રેસમાં, ગુજરાતે તક ગુમાવી

દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે. હાર્દિક પંડ્યાની ટીમને મેચ જીતવા માટે 131 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ 20 ઓવરમાં 6 વિકેટે 125 રન જ બનાવી શકી હતી. આ રીતે દિલ્હી કેપિટલ્સે 5 રનથી મેચ જીતી લીધી હતી. ગુજરાત ટાઇટન્સ તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યા 53 બોલમાં 59 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો, પરંતુ ટીમને જીત અપાવી શક્યો ન હતો.ગુજરાત ટાઇટન્સ સામે દિલ્હી કેપિટલ્સનો વિજય બાદ પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી.

દિલ્હી કેપિટલ્સ-ગુજરાત ટાઇટન્સ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં કેટલો ફેરફાર થયો?

દિલ્હી કેપિટલ્સ સામેની હાર છતાં ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ગુજરાત ટાઇટન્સના 9 મેચમાં 12 પોઈન્ટ છે. આ ટીમે 6 મેચ જીતી છે, જ્યારે 3 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ જીત છતાં, ડેવિડ વોર્નરની કપ્તાનીવાળી દિલ્હી કેપિટલ્સ છેલ્લા સ્થાને યથાવત છે. દિલ્હી કેપિટલ્સે 3 મેચ જીતી છે, જ્યારે 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય રાજસ્થાન રોયલ્સની ટીમ બીજા નંબર પર છે. રાજસ્થાન રોયલ્સના 10 પોઈન્ટ છે.

પોઈન્ટ ટેબલમાં અન્ય ટીમો ક્યાં છે?

લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. આ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ ની ટીમો પોઈન્ટ ટેબલમાં અનુક્રમે ચોથા, પાંચમા અને છઠ્ઠા નંબર પર છે. લખનૌ સુપર જાયન્ટ્સ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ પાસે 10-10 પોઈન્ટ છે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ 8 પોઈન્ટ સાથે સાતમા ક્રમે છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ 6 પોઈન્ટ સાથે આઠમા નંબર પર છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ અનુક્રમે નવ અને દસમા નંબરે છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સના 6-6 પોઈન્ટ છે.

Related posts

સેમી ફાઈનલ જીત સાથે ભારત ફાઈનલમાં આવ્યું,ભારતે ૨૦૧૯ની હારનો બદલો લીધો

Ahmedabad Samay

IND Vs AUS: એડમ ઝમ્પા ODI શ્રેણીમાં ભારત માટે બની શકે છે સમસ્યા, 2019 વર્લ્ડ કપ પછીના આંકડા છે આશ્ચર્યજનક

Ahmedabad Samay

ભારતનો ભવ્ય વિજય ઈંગ્લેન્ડને 36 રનથી હરાવ્યું, 3-2થી જીતી સીરિઝ

Ahmedabad Samay

ક્રિકેટના મહાકૂંભ ગણાવતા વનડે વર્લ્‍ડ કપનું શિડ્‍યુઅલ જાહેર,અમદાવાદમાં રમાશે ભારત પાકિસ્તાન મેચ,

Ahmedabad Samay

અદાણી ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વોલીબોલ ટૂર્નામેન્ટનું સફળ આયોજન…

Ahmedabad Samay

વર્લ્ડ કપની 12મી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો