એશિયા કપ 2023 30 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે 14મી વખત આ ટૂર્નામેન્ટ ODI ફોર્મેટમાં રમાઈ રહી છે. એશિયા કપનું આયોજન T20 ફોર્મેટમાં પણ 2016 અને 2022માં બે વખત કરવામાં આવ્યું છે. આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે પ્રથમ મુકાબલો થશે. આ મેચ શ્રીલંકાના કેન્ડીમાં રમાશે. ODI ફોર્મેટમાં, બંને ટીમો હવે 2019 વર્લ્ડ કપ પછી એક બીજાનો સામનો કરશે. બીજી તરફ જો એશિયા કપની વાત કરીએ તો 2018માં બંનેનો ODI ફોર્મેટમાં બંનેનો સામનો થયો હતો જ્યાં ભારતીય ટીમે લીગ મેચમાં પાકિસ્તાનને 8 વિકેટે અને સુપર 4માં 9 વિકેટથી હરાવ્યું હતું. ગયા વર્ષે T20 એશિયા કપમાં બંને ટીમો બે વાર સામસામે આવી હતી, જેમાં ભારતે લીગ મેચો જીતી હતી અને પાકિસ્તાન સુપર 4 જીત્યું હતું.
કેવો છે હેડ ટુ હેડ રેકોર્ડ
જો હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરવામાં આવે તો, આ પહેલા ODI એશિયા કપમાં બંને ટીમો વચ્ચે કુલ 12 મુકાબલો થયા છે અને જોરદાર ટક્કર જોવા મળી છે. આ સિવાય ટી20 એશિયા કપમાં પણ બંને ટીમો ત્રણ વખત ટકરાઈ છે. ટીમ ઈન્ડિયા આંકડામાં ચોક્કસથી આગળ છે પરંતુ પાકિસ્તાને પણ ટક્કર આપી છે. આ આંકડા દર્શાવે છે કે આગામી દિવસોમાં એશિયા કપ અને વર્લ્ડ કપમાં બંને ટીમો આમને-સામને ટકરાશે, તે ખરા અર્થમાં હાઈ-વોલ્ટેજ મેચ બનવા જઈ રહી છે.
શું કહે છે આંકડાઓ?
1984 થી 2018 સુધી ODI એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 12 મેચ રમાઈ છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ કુલ 7 વખત જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાન પણ પાંચ વખત જીત્યું છે. આ સિવાય ટી20 એશિયા કપમાં ત્રણ વખત ભારતીય ટીમે બે વખત અને પાકિસ્તાનની ટીમ એક વખત જીતી છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લા પાંચમાંથી ચાર મુકાબલામાં જીત મેળવી છે. એટલે કે આંકડા સંપૂર્ણપણે ભારતની તરફેણમાં છે. પરંતુ પાકિસ્તાનના વર્તમાન ફોર્મ અને ટીમ બેલેન્સને જોતા એવું ન કહી શકાય કે બાબર આઝમની ટીમ ભારતીય ટીમ કરતા નબળી છે.
પાકિસ્તાને એશિયા કપ 2023 માટે ટીમ જાહેર કરી
એશિયા કપ 2023 માટે ભારતની ટીમ હજુ નક્કી કરવામાં આવી નથી. બીજી તરફ પાકિસ્તાનની ટીમે બુધવારે આગામી ટુર્નામેન્ટ માટે પોતાની ટીમ જાહેર કરી છે. પાકિસ્તાની ટીમ બાબર આઝમની કેપ્ટનશીપમાં મેદાનમાં ઉતરશે. ઓલરાઉન્ડર ફહીમ અશરફ બે વર્ષ બાદ આ ટીમમાં પરત ફર્યો છે. બીજી તરફ કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની ઈજાથી પરેશાન ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે હજુ સુધી પોતાની ટીમ બેલેન્સ તૈયાર કરી શકી નથી.
પાકિસ્તાની ટીમ – અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), સલમાન આગા, તૈયબ તાહિર, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હારિસ, ફહીમ અશરફ, હારિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, નાદિર શાહ, શાહીન આફ્રિદી.