ટી- 20 શ્રેણીમાં 2-0થી લીડ મેળવી ભારતે. સિડનીમાં રમાયેલી શ્રેણીની બીજી ટી-20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે પરાજિત કર્યું છે
ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સિડની રમાયેલ T-20 મેચમાં 6 વિકેટથી પરાજય આપીને 3 મેચોની સીરિઝ પર કબજો મેળવી લીધો. ઉલ્લેખનીય છે કે, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 194 રન બનાવીને ભારતને 195 રન બનાવવાનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે, જવાબમાં ભારતે 19.4 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને 195 રન કરી શ્રેણી પર વિજય પ્રાપ્ત કર્યો.
મેચ ખૂબ રોમાંચક પણ હતી જેમાં છેલ્લી ઓવરમાં 14 રનની જરૂર હતી અને હાર્દિક પંડ્યાએ ચોથા બોલે સિક્સ ફટકારીને મેચ જીતાડી. હાર્દિકએ પંડ્યાએ મેચમાં ધુઆંધાર 2 ચોગ્ગા અને 3 સિક્સની મદદથી 44 રન ફટકાર્યા.
મેચમાં શિખર ધવને પણ જોરદાર પ્રદર્શન કર્યું. T-20 કરિયરમાં શિખર ધવને પોતાની 11મી અડધી સદી ફટકારી અને 52 રન કર્યા. એડમ ઝામ્પાની બોલ પર ધવન કેચ આઉટ થયો હતો.