એક મજાકે વિકી-કેટરિના કૈફનું ‘કપલ’ બની ગયું, આ રીતે કરી હતી ચેટ શોથી મેરેજ હોલ સુધીની સફર…..
બોલિવૂડ એક્ટર વિકી કૌશલ પોતાની ફિલ્મોની સાથે સાથે અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે… વિકી કૌશલ અને કેટરિના કૈફ ઇન્ડસ્ટ્રીના એવા કપલમાંથી એક છે, લોકો તેમની લવ સ્ટોરીના વખાણ કરતાં થાકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે વિકી કૌશલ અને કેટરીના કૈફની લવ સ્ટોરી મજાકથી શરૂ થઈ હતી. હા… કેટરિના અને વિકીની લવ સ્ટોરી કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં મજાકથી શરૂ થઈ હતી. આવો, અહીં જાણીએ બોલીવુડના ક્યૂટ કપલ વિકી અને કેટરીનાના પ્રેમની ફિલ્મી વાર્તા…
વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા… આ કપલ મિત્રતાથી લગ્નના મંડપ સુધી કેવી રીતે પહોંચ્યું તે વિશે બહુ ઓછા લોકો જાણે છે. મનોરંજનના સમાચારો અનુસાર કેટરિના વિકીની વાર્તા સૌથી પહેલા કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ સાથે થઈ હતી…
જ્યારે કેટરીના કૈફ કરણ જોહરના શોમાં ગેસ્ટ તરીકે પહોંચી હતી. પછી તેણે મજાકમાં કહ્યું કે તે વિકી કૌશલ સાથે કામ કરવા માંગે છે. ત્યારબાદ જ્યારે વિકી કૌશલ કરણના શોમાં પહોંચ્યો ત્યારે કેટરિના કૈફની વાતની ક્લિપ વિક્કીને બતાવવામાં આવી હતી… પછી વિકી એટલો ખુશ થઈ ગયો કે તે દિલ પર હાથ રાખીને સોફા પર સૂઈ ગયો…
વિકી કૌશલ અને કેટરીના કૈફની આ મજાક બાદ પાર્ટી દરમિયાન બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ ગઈ હતી… મનોરંજન સમાચાર અનુસાર તે મિત્રતા ધીમે ધીમે ડેટિંગમાં બદલાઈ ગઈ… જોકે કેટરીના અને વિકી બંનેએ પોતાના સંબંધોને ખૂબ જ ગુપ્ત રાખ્યા હતા. બંને સાર્વજનિક સ્થળો પર સાથે જોવા મળતા હતાં… પરંતુ તેમ છતાં આ કપલે ક્યારેય તેમના સંબંધો વિશે ખુલીને વાત કરી ન હતી.
ત્યાર પછી વર્ષ 2021ની દિવાળી પર અચાનક જ વિકી-કેટરિનાની સગાઈના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. ચાહકો એક ક્ષણ માટે પણ તેના પર વિશ્વાસ કરી શક્યા નહીં. પરંતુ ડિસેમ્બર 2021 માં, જ્યારે બંનેએ સાત ફેરા લીધાના સમાચાર સામે આવ્યા, ત્યારે ચાહકો તેમની ખુશીને રોકી શક્યા નહીં.
કેટરિના કૈફ અને વિકી કૌશલે લગ્ન પછી પણ પોતાની અંગત જિંદગી ખૂબ જ ખાનગી રાખી છે. આ જ કારણ છે કે જ્યારે પણ કપલ એકસાથે રોમેન્ટિક ફોટો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો કમેન્ટ કરવામાં પાછળ રહેતા નથી..