March 3, 2024
બિઝનેસ

ખુશખબર / હવે મેડિકલ સ્ટોરમાંથી ખરીદી શકશો સિંગલ ટેબલેટ, આખી સ્ટ્રીપ ખરીદવાની નહીં પડે જરૂર

દવાઓ ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. હકીકતમાં ઘણી વખત આપણને ઘણી બીમારીઓમાં માત્ર એક કે બે ગોળીઓની જરૂર પડે છે. પરંતુ જ્યારે આપણે મેડિકલ શોપ પર જઈએ છીએ ત્યારે દુકાનદાર આપમને આખી સ્ટ્રીપ આપી દે છે અને કહે છે કે એક-બે ગોળીઓ આપી શકાય તેમ નથી. આવું એટલા માટે પણ થાય છે કારણ કે એક કે બે ગોળીઓની એક્સપાયરી ડેટ એટલે કે તે દવા કયા દિવસ સુધી લઈ શકાય તેની કોઈ વિગત નથી હોતી. આવી સ્થિતિમાં દુકાનદાર તેમજ દવા લેનારાઓ માટે મુશ્કેલ બની જાય છે. પણ હવે આવું નહીં થાય. હવે મેડિકલ શોપમાંથી એક ટેબલેટ પણ ખરીદી શકાશે. આવો જાણીએ આ સંબંધિત સંપૂર્ણ માહિતી.

કેન્દ્રની મોદી સરકાર લોકો પર આર્થિક બોજ ઘટાડવા માટે સતત યોજનાઓ પર કામ કરી રહી છે. આ કડીમાં હવે લોકો દ્વારા દવાઓ પર કરવામાં આવતા વ્યર્થ ખર્ચને અંકુશમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્રનું ગ્રાહક બાબતોનું મંત્રાલય એક યોજના પર કામ કરી રહ્યું છે. આ અંતર્ગત ખાસ પ્રકારની દવાની સ્ટ્રીપ તૈયાર કરવામાં આવશે. આ સાથે લોકોને એક જ ટેબલેટ લેવાની પણ સુવિધા મળશે.

દરેક ટેબલેટ પર એક્સપાયરી ડેટ લખવામાં આવશે

ખાસ વાત એ છે કે, આવી સ્ટ્રીપમાં દરેક દવા પર તેની એક્સપાયરી ડેટ લખેલી હશે. તેનો અર્થ એ છે કે તેની ખરીદી અને વેચાણમાં દુકાનદાર કે ગ્રાહકને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. આવી સ્થિતિમાં ગ્રાહક પોતાની જરૂરિયાત જેટલી દવાઓ અથવા ટેબલેટ ખરીદી શકશે. આખી સ્ટ્રીપ ખરીદી ખોટા રૂપિયા ચૂકવવાની જરૂર હવે નહીં પડે.

હકીકતમાં, ઘણી વખત ડોક્ટર બીમારી દરમિયાન દરરોજ દવાઓ બદલતા હોય છે. આવા કિસ્સાઓમાં, ફક્ત એક કે બે ગોળીઓની જરૂર પડે છે અને આપણે આખી સ્ટ્રીપ ખરીદવી પડે છે. પરિણામે નાણાકીય બોજ વધે છે. પરંતુ હવે ટૂંક સમયમાં તમને આ વધારાના નાણાકીય બોજમાંથી મુક્તિ મળશે.

કેન્દ્ર સરકારના કન્ઝ્યુમર ફોરમ વિભાગ દ્વારા આ વિસ્તારમાં ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગે ફાર્મા ઉદ્યોગ સાથે સતત ચર્ચા કરવામાં આવી રહી છે જેથી જલદી આવી દવાઓની સ્ટ્રીપ બજારમાં લાવવામાં આવે જેથી લોકોને તેમની જરૂરિયાત મુજબની ગોળીઓ ખરીદવાની સુવિધા મળી શકે.

કેમ જરૂર પડી

હકીકતમાં આ રીતે દવાની સ્ટ્રીપ લાવવા પાછળ ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ જ મુખ્ય કારણ છે, સાથે સાથે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન પર પણ આવી વધુ ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી નોંધાઈ રહી હતી કે લોકોને ઈચ્છા ના હોવા છતાય પૂરેપૂરી સ્ટ્રીપ ખરીદવી પડી રહી છે.

Related posts

વનપ્લસ અને ઓપ્પો ના સ્માર્ટફોન યૂઝ કરનારા યૂઝર્સ માટે મોટી ખુશખબરી

Ahmedabad Samay

અદાણી રિયલ્ટી દ્વારા ભારતમાં સૌ પ્રથમવાર રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં TEN BKCનો વર્ચ્યુઅલ પઝેશન સાથેનો નવો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો

Ahmedabad Samay

સરકારી ગોલ્ડ બોન્ડે આપ્યું 105% મજબૂત રિટર્ન, આટલા વર્ષમાં નાણાં ડબલ થયા

Ahmedabad Samay

Adani-LIC: હિંડનબર્ગના અહેવાલ છતાં LICનો અદાણી ગ્રૂપ પર ભરોસો યથાવત્, 4 કંપનીઓમાં વધાર્યું રોકાણ

Ahmedabad Samay

રાહત / પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો, સરકાર તરફથી આવ્યું મોટું અપડેટે

Ahmedabad Samay

ગુરુગ્રામના આ ઇન્વેસ્ટરે શેરબજારમાંથી કમાયા અઢળક રૂપિયા, અપનાવી આ સ્ટ્રેટજી… મળ્યું 15 ગણું રિટર્ન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો