February 8, 2025
બિઝનેસ

મોદી સરકાર માટે ગુડ ન્યૂઝ, એપ્રિલમાં સૌથી વધુ GST કલેક્શન, તોડ્યો 6 વર્ષનો રેકોર્ડ

દેશમાં પહેલી જુલાઈ, 2017ના રોજ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવામાં આવ્યો હતો. છેલ્લા 6 વર્ષમાં પ્રથમ વખત એપ્રિલ-2023માં રેકોર્ડ GST કલેક્શન થયું છે. એપ્રિલમાં GST કલેક્શન રૂપિયા 1.87 લાખ કરોડ રહ્યું. અગાઉ એપ્રિલ 2022માં સૌથી વધુ GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા હતું. એપ્રિલ 2022ની સરખામણીએ ગયા મહિને રૂપિયા 19,495 કરોડનું વધુ GST કલેક્શન થયું હતું.

સરકારી ડેટા અનુસાર, એપ્રિલમાં કુલ 1,87,035 કરોડ GST કલેક્શનમાંથી, CGST કલેક્શન રૂપિયા 38,440 કરોડ, SGST કલેક્શન રૂપિયા 47,412 કરોડ, IGST કુલ રૂપિયા 89,158 કરોડ અને સેસ તરીકે રૂપિયા 12.025 કરોડની વસૂલાત કરવામાં આવી હતી.

એપ્રિલમાં GSTનું રેકોર્ડ કલેક્શન
GST મોરચે, ફાયનાન્સિયલ યર 2023-24ની શરૂઆત મોદી સરકાર માટે બેસ્ટ છે. મહિના દર મહિનાની સરખામણી કરીએ તો, માર્ચ-2023માં GST કલેક્શન 1.60 લાખ કરોડ હતું, ફાયનાન્સિયલ યર 2022-23માં માર્ચમાં સતત ચોથા મહિને આ કલેક્શન રૂપિયા 1.50 લાખ કરોડથી વધુ હતું. પરંતુ GST લાગુ થયા બાદ અત્યાર સુધીમાં સૌથી વધુ ટેક્સ કલેક્શન એપ્રિલ-2023માં થયું છે.

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2023માં GST કલેક્શન ગયા વર્ષના એપ્રિલ મહિના કરતાં 12 ટકા વધુ છે. જણાવી દઈએ કે, ફાયનાન્સિયલ યર 2022-23માં GSTનું કુલ કલેક્શન 18.10 લાખ કરોડ રૂપિયા હતું. 2022-23માં કુલ આવક પાછલા ફાયનાન્સિયલ યર કરતાં 22 ટકા વધુ હતી. આ પછી માર્ચ 2023માં GST કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું.

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વધારો
ફાયનાન્સિયલ યર 2022-23માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સરકારના અંદાજ કરતા વધારે હતું. ફાયનાન્સિયલ યર 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂપિયા 16.61 લાખ કરોડ હતું. તે જ સમયે, ફાયનાન્સિયલ યર 2021-22માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 14.12 લાખ કરોડ રૂપિયા હતું. તે પ્રમાણે 2022-23માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પાછલા વર્ષ કરતાં 17.63 ટકા વધુ હતું.

Related posts

પાન કાર્ડ-આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ નજીક, જો આ કામ નહીં કરવામાં આવે તો તમારે ભોગવવું પડશે નુકસાન

Ahmedabad Samay

LIC ની સરળ પેન્શન સ્કીમ, ફક્ત એકવાર ઇન્વેસ્ટ કરો અને દર મહિને મેળવો રૂપિયા 12,000

Ahmedabad Samay

સફળ મુલાકાત / પીએમ મોદીને મળ્યા OpenAI ના સીઈઓ, કહ્યું- ભારતમાં AIની તકો અને રેગ્યુલેશન પર થઈ વાતચીત

Ahmedabad Samay

ધંધાદારી ઓ માટે જીએસટી માં રાહત આપવા માટે ની તૈયારી

Ahmedabad Samay

ઝાટકો / Go First એરલાઈનનું સંકટ વધુ ઘેરું બન્યું, એરલાઈને 4 જૂન સુધી રદ કરી તમામ ફ્લાઈટ્સ

Ahmedabad Samay

આગામી 5 વર્ષ સુધી પગાર વગર કામ કરશે મુકેશ અંબાણી, જાણો શું છે માસ્ટર પ્લાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો