આણંદ જિલ્લાની બોરસદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ બ્રિગેડ પાંચ માનવોના જીવ બચાવ્યા ફોરવીલ પલટી મારતા સેન્ટર લોક થતા ગેસ લીકેજ થતા બોરસદ નગરપાલિકાના વહીવટદાર અને પ્રાંત ઓફિસર જયકુમાર બારોટ અને ચીફ ઓફિસર યોગેશકુમાર ગણાત્રા ને જાણ થતા ફાયર બ્રિગેડ ટીમને ઘટના સ્થળે દોડાવી. આણંદ જિલ્લાના બોરસદ નગરપાલિકા વિસ્તારના નેશનલ હાઈવે ઉપર ફોરવીલ ગાડી પલટી ખાઈ જતા બોરસદ નગરપાલિકાના વહીવટદાર અને પ્રાંત ઓફિસર જયકુમાર બારોટ અને ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા ને બચાવ કામગીરી માટે ઇમર્જન્સી નંબર ઉપર ફોન મળતા બોરસદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાબડતો ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ઘટનાની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર પલટી મારી ગયેલ ફોરવીલ ગાડીનું સેન્ટર લોક થઈ ગયું હતું જેને ખોલીને એક મહિલાને બે પુરુષ તથા બે નાના બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા ગાડીનો ગેસ થઈ ગયો હતો. આણંદ જિલ્લાના બોરસદ ખાતે ની પી.ચંન્દ્ર સ્કુલની સામે ડી.કે પાર્ટી પ્લોટ પાસે નેશનલ હાઈવે પર અંદાજીત સમય સવારના ૮:૫૫ કલાકે કોઈ અજાણી વ્યક્તિએ બોરસદ નગરપાલિકાના ઈમરજન્સી નંબર પર ફોન કરી જણાવેલ કે ગાડી નં.જી.જે.૦૩.એમ.બી.૯૨૧૧ બ્રેજા સીલ્વ ૨ કલરની પલટી મારેલ છે. તેવુ જણાવેલ આ સમચાર મળતાની સાથે પ્રાંત ઓફિસર અને વહીવટદાર તથા ચીફ ઓફિસરે વિજયભાઈ વી.વસાવા (ફાયર કંડકટર) તથા સુરેશભાઈ ( ફાયર ડ્રાઇવર ને ઘટના સ્થળે રવાના કરેલ ત્યાં ગોડીની અંદર એક સ્ત્રી, બે પુરૂષ અને બે નાના બાળકો ગાડીની અંદર સેન્ટ્રલ લોક ન ખુલતા ફસાયેલ હતા તથા ગાડીની અંદર સી.એન.જી ફીટીંગ હોય ટાંકીનો વાલ્વ તુટી જતા ગેસ પણ લીકેજ થયેલ હતો તો અમો ગેસની સ્મેલ આવતા ગાડીના કાચ તોડી બચાવ કામગીરી કરી ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢતા તુરંત ૧૦૮ આવી જતા શ્રધ્ધા હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ મોકલી દીધેલ હતા આ બનાવમાં પાંચેય વ્યકિતઓને નાની મોટી ઈજા થવા પામેલ એ સિવાય ગેસ લીકેજ થયેલ તેની ટાંકી પર પાણીનો મારો છાંટીને ગેસની ટાંકી ખાલી કરી દીધેલ તેમજ ગાડીના માલીક વિનોદભાઈ મુકેશભાઈ માલવણ રહે રાજકોટને અગત્યના ડોકયુમેન્ટસ તથા આશરે રૂા. ૧૦૦૦ – તેઓને પરત શ્રધ્ધા હોસ્પીટલ ખાતે જઈને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ સુપ્રત કરેલ તે બદલ તેઓએ નગરપાલિકાની ટીમનો આભાર માનેલ ત્યારબાદ તેઓની ગાડીને ક્રેનથી ગાડી ઉભી કરી ટોચના કરી રવાના કરી આપેલ. અત્રે ઉલ્લેખનીયા છે પ્રાંત ઓફિસર અને વહીવટદાર જય કુમાર બારોટ અને ચીફ ઓફિસર યોગેશ કુમારના આદેશ ના પગલે ફાયર બ્રિગેડના ફાયર કંડકટર વિજયભાઈ વસાવા અને સુરેશભાઈ ધટના સ્થળ તાબડતોબ પહોંચી જાઈ પાંચ માનવોના જીવ બચાવ્યા હતા. ફાયર બ્રિગેડની પ્રશાસનીય કામગીરીને સૈ એ બિરદાવી હતી.
