અરબી સમુદ્ર્માં વાવાઝોડાનું જોખમ મંડરાઈ શકે છે. ચોમાસા પર અરબી સમુદ્ર્માં સર્જાવા જનારી સિસ્ટમનો ખતરો છે. ત્યારે ગુજરાતમાં ચોમાસા દરમિયાન તેની અસર થઈ શકે છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ ચોમાસાની સિઝનનો મોડા આવી શકે છે.
એક તરફ દેશમાં ચોમાસું જૂન મહિનામાં બેસી ગયું છે ત્યારે 20 તારીખ આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી રહ્યું છે ત્યારે તેની અસર પણ ગુજરાતમાં વર્તાશે. વાવાઝોડાના કારણે ચોમાસું મોડું આવી શકે છે. તેમાં પણ આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર સહીતના વિસ્તારોમાં અસર થઈ શકે છે.
આ વાવાઝોડું જૂનના બીજા અઠવાડીયામાં સર્જાય તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવા માટેનો આ અનુકૂળ સમયમાં જો કે, આ વાવાઝોડું ઓમાન તરફ પણ ફંટાઈ શકે છે. દરિયામાં જ વાવાઝોડું વિખરાય તો પણ ભારે વરસાદ આવી શકે છે.
ગુજરાતમાં મે મહિનાના એન્ડમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો ત્યારે આગામી સમયમાં ચોમાસું બેસી રહ્યું છે ત્યારે અરબી સમુદ્રમાં વાવઝોડું પણ આ મહિનામાં દરમિયાન આવી શકે છે. જો વાવાઝોડું ફંટાય તો ગુજરાતમાં તેની અસર ઓછી વર્તાઈ શકે છે. વાવાઝોડાના કારણે રાજ્યમાં નુકસાની પણ વેઠવાનો વારો આવતો હોય છે.