કેટલી હદે વિકૃત.! બોટાદમાં ૮૧ વર્ષીય રેપ, બાદમાં ગળેફાંસો આપી મર્ડર, ફરિયાદ દાખલ વૃદ્ધા સાથે બોટાદનાં પાળીયાદ ગામે રહેતા ૮૧ વર્ષીય વૃદ્ધાનો ગત રોજ મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ અંગગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે. બોટાદના પાળીયાદ ગામે વૃદ્ધાનો મૃતદેહ મળવાનો મામલો દુષ્કર્મ કરી ગળે ફાંસો આપી હત્યા કરાયાની ફરિયાદ નોંધાઈ વૃદ્ધાના રહેણાંકી મકાનમાં જ દુષ્કર્મ કરી બોટાદનાં કરાઈ હતી હત્યા પાળીયાદ ગામે વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે વૃદ્ધાનાં રહેણાંક મકાનમાં જ દુષ્કર્મ ગળે ફાંસો આપી હત્યા કરાયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવા પામી છે. વૃદ્ધા ઘરમાં એકલા હતા તે દરમ્યાન શખ્સ દ્વારા મકાનમાં જ દુષ્કર્મ કરી હત્યા કરાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગઈકાલે બપોરે ૮૧ વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે. આ બાબતે બોટાદ DYSP મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, ગઈકાલે જે વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉ.વ.૮૧ નો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે વૃદ્ધાનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડતા વૃદ્ધાનું ગળું દબાવી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. ત્યારે આઈપીસી કલમ ૩૦૨, ૩૭૬ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે. ત્યારે હાલમાં ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.