December 10, 2024
રમતગમત

શ્રીલંકાએ અફઘાનિસ્તાન પર નોંધાવી સૌથી મોટી જીત, શ્રીલંકાએ બીજી વન-ડેમાં મેળવી 132 રનથી જીત

શ્રીલંકાએ અફઘાનિસ્તાન (SL vs AFG) સામેની 3 મેચની ODI શ્રેણીમાં જોરદાર વાપસી કરી છે. શ્રેણીની બીજી વનડેમાં યજમાન ટીમે મહેમાન અફઘાનિસ્તાનને પૂરી 50 ઓવર પણ રમવા દીધી ન હતી. પરિણામે મેચમાં અફઘાનિસ્તાનની ટીમ 200 રન પણ બનાવી શકી ન હતી. શ્રીલંકાએ ધનંજય ડી’સિલ્વા અને વાનિન્દુ હસરંગાની ઓલરાઉન્ડ રમતના આધારે બીજી વનડેમાં અફઘાનિસ્તાનને 132 રને હરાવ્યું હતું. આ સાથે શ્રીલંકાએ શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી હતી.

અફઘાનિસ્તાન તરફથી ડી’સિલ્વા (24 બોલમાં અણનમ 29) અને હસરંગા (12 બોલમાં અણનમ 29)એ ઝડપી ઇનિંગ્સ રમીને 3-3 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાએ કુસલ મેન્ડિસ (78) અને દિમુથ કરુણારત્ને (52)ની અડધી સદીના આધારે વિકેટ પર 323 રન બનાવ્યા બાદ અફઘાનિસ્તાનને 42.1 ઓવરમાં 191 રનમાં આઉટ કરી દીધું હતું.

રનના મામલામાં અફઘાનિસ્તાન સામે શ્રીલંકાની આ સૌથી મોટી જીત છે. આ જીત સાથે ટીમ સિરીઝની શરૂઆતની મેચમાં છ વિકેટથી મળેલી હારની નિરાશાને ઓછી કરવામાં સફળ રહી હતી. અફઘાનિસ્તાન તરફથી ઈબ્રાહિમ ઝદરાન (54) અને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી (57)એ અડધી સદી ફટકારી હતી, પરંતુ આ બે સિવાય માત્ર રહમત શાહ (36) અને અઝમતુલ્લા ઓમરઝાઈ (28) જ ડબલ ફિગરમાં રન બનાવી શક્યા હતા. ટીમે 45 રનની અંદર છેલ્લી આઠ વિકેટ ગુમાવી દીધી હતી.

ડી’સિલ્વા અને હસરંગાએ 3-3 વિકેટ લીધી હતી

મેન ઓફ ધ મેચ ડી’સિલ્વાએ 10 ઓવરમાં 39 રન આપીને 3 જ્યારે હસરંગાએ 9 ઓવરમાં 42 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે દુષ્મંત ચમીરાએ બે, મહિષ તિક્ષ્ણા અને કેપ્ટન દાસુન શનાકાએ એક-એક વિકેટ લીધી હતી. ચમીરાએ ખતરનાક રહેમાનુલ્લા ગુરબાઝ (2 રન)ને આઉટ કરીને લક્ષ્યનો પીછો કરી રહેલી અફઘાનિસ્તાન ટીમને મોટો ઝટકો આપ્યો હતો.

આ પછી ઈબ્રાહિમે રહેમત સાથે બીજી વિકેટ માટે 51 રન અને હશમતુલ્લાહ સાથે ત્રીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરીને ટીમને મેચમાં જાળવી રાખ્યું હતું. જો કે, ટીમ જરૂરી રન-રેટ વધારવાના દબાણનો સામનો કરવામાં નિષ્ફળ રહી અને 45 રનમાં છેલ્લી આઠ વિકેટ ગુમાવી દીધી. આ પહેલા મેન્ડિસે 75 બોલની ઈનિંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા જ્યારે કરુણારત્નેએ 62 બોલની ઈનિંગમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા.

કરુણારત્ને અને પથુમ નિસાન્કાએ (43) પ્રથમ વિકેટ માટે 82 રનની ભાગીદારી કરીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. ત્યારપછી મેન્ડિસે સદીરા સમરવિક્રમા (44) સાથે ત્રીજી વિકેટ માટે 88 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 37મી ઓવરમાં 200 રનની નજીક પહોંચાડ્યો હતો. છેલ્લી ઓવરમાં ડી’સિલ્વા, હસરંગા અને શનાકા (13 બોલમાં 23 રન)એ આક્રમક બેટિંગ કરીને સ્કોર 323 સુધી પહોંચાડ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી ફરીદ અહેમદ અને મોહમ્મદ નબીએ બે-બે વિકેટ લીધી હતી. સીરીઝની નિર્ણાયક મેચ બુધવારે રમાશે.

Related posts

IPL 2023 Qualifier 2: ગુજરાત સામેની મેચમાં મુંબઈની નજર ફાઈનલ પર રહેશે, જાણો બંને ટીમોના હેડ ટુ હેડ આંકડા

Ahmedabad Samay

World Cup 2023: ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ થઈ શકે છે આજે જાહેર , ભારત- પાકિસ્તાન 15 ઓક્ટોબરે સામ- સામે ટકરાશે

Ahmedabad Samay

SRH Vs DC: હૈદરાબાદની હારથી એઇડન માર્કરામ નિરાશ, કહ્યું- ‘એક એવી ટીમ જે જીતવા માટે ઉત્સાહિત નહોતી’

Ahmedabad Samay

IPL 2024 માટે તૈયાર થઈ જાઓ, આ વખતે હશે પહેલા કરતા વધુ ખાસ

Ahmedabad Samay

ઈન્ડિયા લિજેન્ડસે શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં 14 રનથી શાનદાર જીત મેળવી

Ahmedabad Samay

LSG Vs MI Eliminator: લખનઉને હરાવીને બીજી ક્વોલિફાયરમાં પહોંચી મુંબઇ, આકાશ મધવાલનું ખતરનાક પ્રદર્શન

admin

એક ટિપ્પણી મૂકો